AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banasknatha : ઉનાળા પહેલા ચોમાસા જેવી સ્થિતિ ! વહેલી સવારથી અંબાજી પંથકમાં વરસાદી માહોલ

Banasknatha : ઉનાળા પહેલા ચોમાસા જેવી સ્થિતિ ! વહેલી સવારથી અંબાજી પંથકમાં વરસાદી માહોલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2023 | 7:10 AM
Share

બનાસકાંઠાના અંબાજીમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે.દિવસની શરૂઆતામાં જ વરસાદી ઝાપટાની શરૂઆત થતા હાલ ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે.

રાજ્યમાં છેલ્લા બે દિવસથી ઉનાળા પહેલા જ ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માવઠાની આગાહી કરવામા આવી છે, ત્યારે બનાસકાંઠાના અંબાજીમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. દિવસની શરૂઆતમાં જ વરસાદી ઝાપટા થતા હાલ ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે.

કમોસમી વરસાદને પગલે ખેડૂતોની વધી ચિંતા

બીજી તરફ માવઠાને પગલે હાલ ખેડૂતોને પાક બગડવાની ભિતી સેવાઈ રહી છે. મહત્વનું છે કે ગઈ કાલે પણ દિવસ દરમિયાન ભારે ગરમી બાદ વરસાદી છાંટા પડ્યા હતા. તો આ તરફ હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી 48 કલાક વાતાવરણ સૂકું તેમજ વાદળછાયું રહેશે. તેમજ તારીખ 5 , 6 અને માર્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં યાળા-ઉનાળાની ડબલ ઋતુ વચ્ચે હવામાન ખાતાએ માવઠાની આગાહી કરી છે. જો કે વાતાવરણ બદલાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી મંડાણ

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વાદળ બંધાયા બાદ કચ્છ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરત, વલસાડ અને નવસારીમાં કમોસમી વરસાદ થવાની આશા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સાઇકલોનિક સર્ક્યુલેશન રાજસ્થાન તરફ છે જેના કારણે વાતાવણમાં પરિવર્તન આવશે. અને ભેજના કારણે વરસાદ પણ થઈ શકે છે. આપને જણાવી દઈએ કે,સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા. સાબરકાંઠા દક્ષિણ ગુજરાતમાં સુરત , વલસાડ અને નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે વેર્સ્ટન ડિસ્ટર્બન્સ તથા ઇસ્ટરલી ટ્રફ ને કારણે કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ થશે.

Published on: Mar 04, 2023 06:56 AM
g clip-path="url(#clip0_868_265)">