Rain Breaking : જેતપુર પંથકમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો, 12 ગામમાં છવાયો અંધારપટ, જુઓ Video

રાજકોટના જેતપુરના કેરાળી અને લુણાગરી ગામના મુખ્ય માર્ગ પર 12 વીજળીના થાંભલા અને 8 વૃક્ષ ધરાશાયી થયા છે. જેના પગલે 12 ગામમાં અંધારપટ છવાઈ ગયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2023 | 9:09 AM

જેતપુર પંથકમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. કેરાળી અને લુણાગરી ગામના મુખ્ય માર્ગ પર 12 વીજળીના થાંભલા અને 8 વૃક્ષ ધરાશાયી થઈ ગયા છે. જેના પગલે 12 ગામમાં અંધારપટ છવાઈ ગયો છે. લુણાગરી ગામે પ્રાથમિક શાળાના પ્રાંગણમાં વિશાળ વૃક્ષ પડતા વીજ વાયરો ખેંચાયો હતો. જેના પગલે વીજળીનો થાંભલો મકાન પર પડયો હતો. શાળાની દીવાલ પાસે પાર્ક કરેલી જીપ અને કાર દબાઈ જતા નુકસાન પહોંચ્યું હતુ. તો કેટલાક કાચા મકાનોના છાપરા પણ ઉડી ગયા હતા.

આ પણ વાંચો : Rajkot : કુવાડવા રોડ પર પેટ્રોલ ભરાવવા આવેલા બે શખ્સે કર્મચારીને છરીના ઘા ઝીંકયા, જુઓ Video

જેતપુર પંથકમાં જોરદાર પવન સાથે વરસાદ પડતા પાકને ફટકો પડ્યો છે. તલ અને બાજરીના મોટાભાગના પાકનો સોથ મળી ગયો છે. આ ખેતીમાં થયેલી નુકસાનીથી પરેશાન ખેડૂતો સરકાર પાસે હવે વળતરની માગ કરી રહ્યાં છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

 તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">