Gujarati Video : રાજ્યમાં આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી, જગતનો તાત ચિંતિત !
રાજ્યમાં આજથી ખેડૂતોના માથે હજી બે દિવસ માવઠાના વાદળ ઘેરાયેલા રહેશે. આગામી બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં હજી પણ માવઠાનું સંકટ રહેશે યથાવત રહેશે. ખેડૂતોના માથે હજી બે દિવસ માવઠાના વાદળ ઘેરાયેલા રહેશે. આગામી બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે. તો બીજી તરફ બે દિવસ બાદ રાજ્યમાં તાપમાનનો પારો પણ વધે તેવી શક્યતા છે.
આ પણ વાંચો : Gujarat Weather : કમોસમી વરસાદ વરસતા રાજ્યમાં ઠંડક પ્રસરી, અમરેલી સહિત અનેક વિસ્તારમાં માવઠાની સંભાવના
જેતપુર પંથકમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો
તો બીજી તરફ જેતપુર પંથકમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. કેરાળી અને લુણાગરી ગામના મુખ્ય માર્ગ પર 12 વીજળીના થાંભલા અને 8 વૃક્ષ ધરાશાયી થઈ ગયા છે. જેના પગલે 12 ગામમાં અંધારપટ છવાઈ ગયો છે. લુણાગરી ગામે પ્રાથમિક શાળાના પ્રાંગણમાં વિશાળ વૃક્ષ પડતા વીજ વાયરો ખેંચાયો હતો. જેના પગલે વીજળીનો થાંભલો મકાન પર પડયો હતો. શાળાની દીવાલ પાસે પાર્ક કરેલી જીપ અને કાર દબાઈ જતા નુકસાન પહોંચ્યું હતુ. તો કેટલાક કાચા મકાનોના છાપરા પણ ઉડી ગયા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…