Breaking News : દાહોદમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં થયુ માવઠું, ખેડૂતોને પાકને નુકસાન થવાની ભીતી, જુઓ Video
દાહોદ જિલ્લામાં વહેલી સવારથી જ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું વરસ્યું હતું. ખાસ કરીને ગુરુગોવિંદ લીમડી વિસ્તારના ખેડી ગામમાં ગાજવીજ સાથે વરસાદ વરસતાં લોકોમાં આશ્ચર્ય સાથે ઠંડકનો અનુભવ થયો હતો. સવારે સામાન્ય રીતે ગરમી અને ભેજવાળું વાતાવરણ રહેતું હોવા છતાં અચાનક વરસાદ શરૂ થતાં સમગ્ર વિસ્તારમાં હવામાન ઠંડું પડી ગયું હતું.

વહેલી સવારથી હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો
જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વહેલી સવારથી હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. અચાનક આવેલા આ માવઠાને કારણે રસ્તાઓ ભીના થઈ ગયા હતા અને કેટલીક જગ્યાએ પાણી ભરાવાની સ્થિતિ પણ જોવા મળી હતી. ગાજવીજ અને પવન સાથે વરસેલા વરસાદને કારણે લોકોમાં થોડો સમય માટે ચિંતાનો માહોલ પણ સર્જાયો હતો.
તલ, મકાઈ, બાજરી અને શાકભાજી જેવા પાકોને નુકસાનની ભીતિ
આ કમોસમી વરસાદને કારણે સૌથી વધુ ચિંતા ખેડૂતોમાં જોવા મળી રહી છે. હાલ જિલ્લામાં તલ, મકાઈ, બાજરી અને શાકભાજી જેવા પાકો તૈયાર થવાના તબક્કામાં છે, ત્યારે આ અચાનક વરસેલા માવઠાથી પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. કેટલાક વિસ્તારોમાં પાક ઢળી જવાની પણ આશંકા છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ વાતાવરણ અસ્થિર રહી શકે છે અને હળવા વરસાદની શક્યતા છે. હાલ વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે, જ્યારે ખેડૂતોને જરૂરી તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો- Breaking News : ગુજરાત પર સૂર્યનો પ્રકોપ, આખું રાજ્ય બન્યુ અગનભઠ્ઠી, 5 દિવસ અમદાવાદમાં યલો એલર્ટ, જુઓ Video