આજનું હવામાન : રાજ્યમાં વંટોળ સાથે કમોસમી વરસાદની આગાહી, માવઠા બાદ પડશે આગઝરતી ગરમી, જુઓ વીડિયો
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં તાપમાન 42 ડિગ્રી પાર જવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમરેલી, ભરુચ, બોટાદ, જુનાગઢ, ખેડા, મોરબી, નર્મદા, સુરેન્દ્રનગર, તાપી સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થાય તેવી સંભાવના છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં તાપમાન 42 ડિગ્રી પાર જવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમરેલી, ભરુચ, બોટાદ, જુનાગઢ, ખેડા, મોરબી, નર્મદા, સુરેન્દ્રનગર, તાપી સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
રાજ્યમાં કેટલુ રહેશે મહત્તમ તાપમાન
અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પંચમહાલ,પાટણ, સાબરકાંઠા,વડોદરા સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ડાંગ સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, નવસારી, સુરત સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
માવઠાની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 12મી એપ્રિલથી 15 એપ્રિલની વચ્ચે વરસાદની સંભાવના છે. આજે સાથે જ કેટલાક ભાગોમાં વંટોળ અને માવઠાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ 20 એપ્રિલ બાદ ફરી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધે તેવી સંભાવના છે.