મહેસાણા જિલ્લામાં માવઠાને લઈ ખેડૂતોમાં ચિંતા, ઊંઝામાં ધીમી ધારે વરસાદ
ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ અનેક વિસ્તારોમાં વરસ્યો છે. મહેસાણા જિલ્લામાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે. ઊંઝા અને તેની આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ઊંઝા વિસ્તારમાં વરસાદને લઈ ખેડૂતોમાં પણ ચિંતા વધી ચૂકી છે. ઊંઝા વિસ્તારના ખેડૂતોને માવઠાને લઈ ખેતીમાં નુક્સાનની ભીતિ સતાવી રહી છે.
રાજ્યના અનેક વિસ્તારોની માફક અરવલ્લી જિલ્લામાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ જ જિલ્લામાં અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ઊંઝામાં પણ કમોસમી વરસાદ નોંધાયો હતો. જ્યાં ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોના જીવ ઉંચા થઈ ગયા હતા. ઊંઝા અને આસપાસના વિસ્તારમાં માવઠાને લઈ ખેડૂતોની ચિંતા વધી છે.
આ પણ વાંચો: અરવલ્લીઃ અંતિમ સંસ્કારની વિધી દરમિયાન ભમરા ઉડ્યા, ડાઘુઓમાં નાસભાગ મચી ગઈ
ઊંઝા અને બહુચરાજી સહિત મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જ્યાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી.માવઠાને લઈ જીરું અને વરીયાળી સહિતના પાકોમાં ખેડૂતોને નુક્સાનની ભીતિ સતાવવા લાગી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Mar 02, 2024 02:51 PM
