કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 11 ડિસેમ્બરના રોજ અમદાવાદ આવશે, 275 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત -લોકાર્પણ કરશે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 11 ડિસેમ્બરના રોજ 275 કરોડ રૂપિયાના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે. જેમાં સાયન્સ સિટી, સિમ્સ હોસ્પિટલથી હેબતપુર બ્રિજનું લોકાર્પણ પણ કરશે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ(Amit Shah) 11 ડિસેમ્બરના રોજ અમદાવાદ(Ahmedabad) આવશે. ગૃહ પ્રધાન અમિત શાહ 11 ડિસેમ્બરના રોજ શહેરના વિવિધ વિકાસ કામોનું(Development Works) લોકાર્પણ કરશે, જેમાં તેવો 275 કરોડ રૂપિયાના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે. જેમાં સાયન્સ સિટી, સિમ્સ હોસ્પિટલથી હેબતપુર બ્રિજનું લોકાર્પણ પણ કરશે.
આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 11 ડિસેમ્બરે રાજકોટની મુલાકાતે જશે.રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા સરધાર સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં અમિત શાહ સામેલ થશે.સરધાર સ્વામિનારાયણ મંદિર દ્વારા 10 ડિસેમ્બર થી 18 ડિસેમ્બર સુધી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વનું આયોજન કર્યું છે જેનું ઉદઘાટન 10મી તારીખે થશે.
ઉદ્દઘાટન કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ,ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત 11મી ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે.અમિત શાહની ઉપસ્થિતિમાં સરધાર સ્વામિનારાયણ મંદિર દ્રારા કોલેજના બે હજાર વિદ્યાર્થીઓને રહેવા જમવાની નિશુલ્ક વ્યવસ્થા કરતા છાત્રાલયનું ભુમિપૂજન કરવામાં આવશે.અમિત શાહના કાર્યક્રમને લઇને મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
મહત્વનું છે કે સરધાર સ્વામિનારાયણ મંદિર દ્રારા આઠ દિવસ ચાલનાર મૂર્તી પ્રતિષ્ઠા મહોત્વમાં અનેક વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે.જેમાં 13 ડિસેમ્બરે પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ ઉપરાંત સત્સંગ,1009 કુંડી યજ્ઞ તથા સામાજિક સંદેશા આપતા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : ગુજરાતમાં રેસિડેન્ટ તબીબોની હડતાળને લઇને આરોગ્ય પ્રધાને કર્યો આ દાવો
આ પણ વાંચો : Surendranagar: જીલ્લા પંચાયત કચેરીએ અર્ધનગ્ન હાલતમાં ખેડૂતોનો વિરોધ, પાકને નુકસાન બાદ સહાય ના ચુકવતા વિરોધ