ગુજરાતમાં રેસિડેન્ટ તબીબોની હડતાળને લઇને આરોગ્ય પ્રધાને કર્યો આ દાવો

ગુજરાતમાં રેસિડેન્ટ તબીબોની હડતાળને લઇને આરોગ્ય પ્રધાને કર્યો આ દાવો

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 8:00 PM

બી.જી મેડિકલ કોલેજ અને એનએચએલ મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબોએ હડતાળ યથાવત રાખી છે.. આ તબીબોએ હડતાળ મુલતવી રાખી નથી.

ગુજરાતમાં રેસિડેન્ટ તબીબો હડતાળ પર છે ત્યારે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ દાવો કર્યો હતો કે, તબીબોએ એક સપ્તાહ માટે હડતાળ મુલતવી રાખી છે. સાથે જ જણાવ્યું હતું કે, તબીબોએ આ અંગે પત્ર પણ લખી રાજ્ય સરકારને આ અંગે જાણ કરી છે.

આ ઉપરાંત આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું કે, એક સપ્તાહમાં જ સમસ્યાનો ઉકેલ આવી જશે.રેસિડેન્ટ ડોક્ટરોનું ભારણ ઓછું કરવા હંગામી ધોરણે 543 રેસિડેન્ટ તબીબોની નિમણૂક કરાશે અને તેમનો પગાર મેડિકલ ઓફિસર જેટલો એટલે કે માસિક 63 હજાર રૂપિયા આપવાનો નિર્ણય કરાયો છે.

એડમિશન પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કુલ ડોકટરની સંખ્યાના 50 ટકાની મર્યાદામાં જુનિયર તબીબોની નિમણૂક કરવામાં આવશે.એટલું જ નહીં 3000 મહિલા નર્સની સરકારે ભરતી કરી છે. મેડિકલ ક્ષેત્રમાં મેન પાવર માટે નવા નિર્ણયો કર્યા છે. સરકાર હકારાત્મક છે ડૉક્ટરોએ પણ સમજવું પડશે

જ્યારે આરોગ્ય પ્રધાને જાહેરાત કરી કે, તબીબોએ હડતાળ મુલતવી રાખી છે. તો બીજી તરફ બી.જી મેડિકલ કોલેજ અને એનએચએલ મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબોએ હડતાળ યથાવત રાખી છે.આ તબીબોએ હડતાળ મુલતવી રાખી નથી.

NHL મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબોએ કેન્ડલ માર્ચ કાઢી સરકારનો વિરોધ કર્યો.તબીબોએ જણાવ્યું કે, સરકારે અમારી સાથે કોઇ વાતચીત નથી કરી અને અમે સરકારને હડતાળ પરત ખેંચવા માટે કોઇ લેટર નથી આપ્યો.રાજ્યના તમામ જુનિયર રેસિડેન્ટ તબીબોની હડતાળ યથાવત્ છે.

આ પણ  વાંચો : Surendranagar: જીલ્લા પંચાયત કચેરીએ અર્ધનગ્ન હાલતમાં ખેડૂતોનો વિરોધ, પાકને નુકસાન બાદ સહાય ના ચુકવતા વિરોધ

આ પણ  વાંચો :  ગાંધીનગર સચિવાલયમા કોરોનાની એન્ટ્રી, સામાન્ય વહીવટી વિભાગના સચિવ કોરોના સંક્રમિત

Published on: Dec 09, 2021 07:21 PM
g clip-path="url(#clip0_868_265)">