કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ઓચિંતી મુલાકાત, સ્વજનના અવસાનને લઈને આવી રહ્યા છે અમદાવાદ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે સવારે અમદાવાદ આવશે તેવી માહિતી સામે આવી છે. તો શાહ આજે સવારે 8.30 વાગે અમદાવાદમાં આવવાના હોવાની માહિતી સામે આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2021 | 8:43 AM

Ahmedabad: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) 13 ડિસેમ્બર એટલે કે આજે સવારે અમદાવાદ આવશે તેવી માહિતી સામે આવી છે. તો થોડીવારમાં અમિત શાહ અમદાવાદ આવવાના છે. જણાવી દઈએ કે સ્વજનના અવસાનને લઈને શાહ અમદાવાદમાં આવી રહ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. તો શાહ આજે સવારે 8.30 વાગે અમદાવાદમાં આવવાના હતા.

જણાવી દઈએ કે અમિત શાહ 2 દિવસ પહેલા જ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમણે ઘણા લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અમદાવાદમાં વિકાસ કામોના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Amit Shah) કહ્યું હતું કે , કોરોનાકાળમાં પણ ગુજરાત સરકારે કામોની ગતિ રોકાવા દીધી ન હતી. ભારતમાં સૌથી વિકસિત લોકસભામાં ગાંધીનગર લોકસભાનો સમાવેશ થાય તે માટે હું કોઈ જ કચાશ નહીં રાખું.

તેમણે રસીકરણ અંગે જણાવ્યું હતું કે ગાંધીનગર લોકસભામાં 100 ટકા રસીકરણ થયું છે. તેમજ જે લોકોએ હજુ રસીનો બીજો ડોઝ નથી લીધો તેમને રસીકરણ કેન્દ્ર પર જઇને રસી લેવી જોઇએ.

 

આ પણ વાંચો: Omicron: શું ફરીથી લોકડાઉન થશે? એન્ટિબોડીઝ અને રોગપ્રતિકારક શક્તિ બચાવશે કે બૂસ્ટર ડોઝ લેવો પડશે?

આ પણ વાંચો: Petrol Diesel Price Today : ઓમિક્રોનનો ભય ઓછો થતાં અર્થવ્યવસ્થામાં રિકવરી સાથે ક્રૂડની માંગમાં વધારો, શું મોંઘુ થશે પેટ્રોલ -ડીઝલ?

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">