અમદાવાદ: વેજલપુરમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ઉત્તરાયણ ઉજવણી કરી, જુઓ વીડિયો

અમદાવાદ: વેજલપુરમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ઉત્તરાયણ ઉજવણી કરી, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 14, 2024 | 2:38 PM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા બાદ વેજલપુરમાં પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી છે.અમિત શાહ વેજલપુરમાં આવેલા સ્વાતિ એપાર્ટમેન્ટ-2ના બ્લોક-Bમાં પતંગ ચગાવ્યો છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા બાદ વેજલપુરમાં પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી છે.અમિત શાહ વેજલપુરમાં આવેલા સ્વાતિ એપાર્ટમેન્ટ-2ના બ્લોક-Bમાં પતંગ ચગાવ્યો છે. જો કે ધાબા પર જતા પહેલા અમિત શાહે બાળકોને પતંગ અને ચીકી સહિતની ઉત્તરાયણની ઉજવણીની સામગ્રીઓ વહેંચી છે. અમિત શાહને હસ્તે પતંગ મેળવી બાળકો રાજી થઇ ગયા છે.અમિત શાહના આગમનને લઇને સમગ્ર વેજલપુર વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ તરફ રાજકોટમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પૂર્વ પ્રધાન જીતુ વાઘાણીએ પણ કાર્યકરો સાથે મકરસંક્રાતિના પર્વની પતંગ ઉડાડી ઉજવણી કરી છે.આ તરફ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે પણ મહેસાણામાં પતંગની મજા માણી અને મકરસંક્રાતિનો તહેવાર ઉજવ્યો.તો રેલ રાજ્ય પ્રધાન દર્શના જરદોષે પણ ઉત્તરાયણની ઉજવણી કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો