Ahmedabad : કેન્દ્રીય નાણા મંત્રીએ વિપક્ષ પર કર્યા પ્રહાર, Video માં સાંભળો શું કહ્યુ નિર્મલા સિતારમણે

Ahmedabad : કેન્દ્રીય નાણા મંત્રીએ વિપક્ષ પર કર્યા પ્રહાર, Video માં સાંભળો શું કહ્યુ નિર્મલા સિતારમણે

| Edited By: | Updated on: Apr 20, 2024 | 2:52 PM

અમદાવાદમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમણના વિપક્ષ પર પ્રહાર કર્યા છે. નાણા મંત્રી નિર્મલા સિતારમણ કહ્યુ કે અન્ય પક્ષો દેશને કેવી રીતે આગળ લઈ જવા તેનો વિચાર કરતા નથી. માત્ર PM મોદીને કેવી રીતે હટાવવા તે અંગે વાત કરે છે.

અમદાવાદમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમણના વિપક્ષ પર પ્રહાર કર્યા છે. નાણા મંત્રી નિર્મલા સિતારમણ કહ્યુ કે અન્ય પક્ષો દેશને કેવી રીતે આગળ લઈ જવા તેનો વિચાર કરતા નથી, માત્ર PM મોદીને કેવી રીતે હટાવવા તે અંગે વાત કરે છે.

કોઈ પણ પાસે 2047 સુધીનો પ્લાન નથી. ભાજપ સરકાર શિક્ષણ, મેડિકલ ફેસિલિટી, સામાન્ય લોકો સુધી રાંધણ ગેસ, પાણી પહોંચે તેવો પ્રયાસ કર્યો. તથા બેંક દ્વારા નાના વર્ગના લોકોને સ્મોલ લોન મળે તેવો પણ ભાજપ સરકારે પ્રયાસ કર્યો છે. મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે. PM મોદી પાસે 2047 સુધીનું પ્લાનિંગ છે. આ સાથે નિર્મલા સિતારમણે આક્ષેપ કરતા જણાવ્યુ કે રાહુલ ગાંધીએ પાછલા 5 વર્ષોમાં વાયનાડ નો એક પણ પ્રશ્ન સંસદમાં નથી ઉઠાવ્યો. તેમજ તેમણે જણાવ્યુ કે જે પાર્ટી પોતાનો ઝંડો નથી બચાવી શક્તિ તે દેશ કેવી રીતે બચાવશે ?

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો