Ahmedabad: આ છે અમદાવાદના એડ્રેસ અંકલ, છેલ્લા 11 વર્ષથી આપી રહ્યા છે સરનામા પૂછપરછની સેવા, જુઓ Video

Ahmedabad: આ છે અમદાવાદના એડ્રેસ અંકલ, છેલ્લા 11 વર્ષથી આપી રહ્યા છે સરનામા પૂછપરછની સેવા, જુઓ Video

| Edited By: | Updated on: Jun 04, 2023 | 6:03 PM

અમદાવાદના 11 વર્ષ દરમિયાન દ્વારા અંદાજે 13000 એડ્રેસ લોકોને રોહિત પટેલ નામના વ્યક્તિએ ફોન પર બતાવ્યા છે. ભૂપેન્દ્ર પટેલ જે તે સમયે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા ત્યારે આ એડ્રેસ પૂછપરછનું બોર્ડ મૂકવા માટેની પરવાનગી આપી હતી. જે સેવા હાલ પણ ચાલુ છે.

Ahmedabad: તમે જો નવા શહેરમાં જાઓ તો ચોક્કસ તમને અજાણ્યા નિર્ધારિત સ્થળે પહોંચવા તકલીફ પડે. પરંતુ તમે અમદાવાદમાં આવશો તો સોલા બ્રિજ થી સાયન્સ સીટી સુધીના વિસ્તારની ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે અમદાવાદમાં છેલ્લા 11 વર્ષથી રોહિત પટેલ નામના વ્યક્તિ આપી રહયા છે એવી સેવા જેના થકી તમને કોઈ લોકેશન નહીં મળે તો ફક્ત એક કોલ પર તમને તમારા નિર્ધારિત લોકેશન પર પહોંચાડશે.

આ પણ વાંચો  : 1008 કિલો કેરીના મનોરથ સાથે હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે પાનીહાટી ‘ચિડા-દહીં’ મહોત્સવની કરાઈ ઉજવણી

સાયન્સ સિટી વિસ્તારમાં રહેતા રોહિત પટેલ દ્વારા અમદાવાદમાં એડ્રેસ પૂછપરછની સેવા આપવામાં આવી રહી છે. જેમને 11 વર્ષ વિતી ગયા છે. આ 11 વર્ષ દરમિયાન રોહિત પટેલ દ્વારા અંદાજે 13000 એડ્રેસ લોકોને ફોન પર બતાવ્યા છે. રોહિત પટેલે જણાવ્યુ કે, આ કામ કે સેવા જ્યારે મેં ચાલુ કરી હતી ત્યારે મને ખબર ન હતી કે આ કામ પાછળ મારા જીવનનાં 11 વર્ષ વીતી જશે. કારણ કે આજ થી 25 વર્ષ પહેલાં રોહિત પટેલ બોમ્બે ગયા હતા ત્યારે તેમણે એક ભાઈને એડ્રેસ પૂછ્યું હતું.

ત્યારે એ વ્યક્તિએ એડ્રેસ બતાવવાનાં 25 રૂપિયા લીધા હતા. ત્યાર બાદ રોહિત પટેલને મનમાં વિચાર આવ્યો કે, એડ્રેસ પૂછવા વાળાને કોઈ તકલીફ નાં પડે અને કોઈને રૂપિયા ન આપવા પડે તેવું કામ હું કરીશ તેથી મે અમદાવાદમાં એડ્રેસ પૂછપરછ ની સેવા ચાલુ કરી. રોહીત પટેલે એડ્રેસ પૂછપરછનું એક બોર્ડ મૂક્યુ છે. જેને  ભૂપેન્દ્ર પટેલ જે તે સમયે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા ત્યારે આ એડ્રેસ પૂછપરછનું બોર્ડ મૂકવા માટેની ખાસ પરવાનગી આપી હતી. આ બાબતે રોહિત પટેલે કહ્યું કે, ભારતમાં હું ગમે ત્યા હોવ તો પણ જો કોઈ મને ફોન કરીને એડ્રેસ પૂછે તો હું જે તે જગ્યા પરથી સરનામુ પુછનારને તેમને સાચુ એડ્રેસ બતાવું છું.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 04, 2023 06:02 PM