AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : સાયન્સ સીટીમાં ઉમેરાશે નવું આકર્ષણ, નિર્માણ પામશે ન્યુક્લીયર સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગેલેરી

અમદાવાદમાં સાયન્સ સિટીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી અને ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ સિટી વચ્ચે ગાંધીનગરમાં એમ.ઓ.યુ થયા છે. જેમાં આગામી દિવસોમાં સાયન્સ સીટીમાં ઉમેરાશે નવું આકર્ષણ ઉમેરાવાનું છે. જેમાં ન્યુક્લીયર સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગેલેરી 10 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામશે

Ahmedabad : સાયન્સ સીટીમાં ઉમેરાશે નવું આકર્ષણ, નિર્માણ પામશે ન્યુક્લીયર સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગેલેરી
Science City New Attaraction
Darshal Raval
| Edited By: | Updated on: Mar 28, 2023 | 5:31 PM
Share

અમદાવાદમાં સાયન્સ સિટીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી અને ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ સિટી વચ્ચે ગાંધીનગરમાં એમ.ઓ.યુ થયા છે. જેમાં આગામી દિવસોમાં સાયન્સ સીટીમાં ઉમેરાશે નવું આકર્ષણ ઉમેરાવાનું છે. જેમાં ન્યુક્લીયર સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગેલેરી 10 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામશે. આ ગેલેરી મુલાકાતીઓને અણુ ઊર્જા સંબંધિત અનોખો એડ્યુટેનમેન્ટ અનુભવ કરાવશે. જેની માટે ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી અને ગુજરાત સરકારના સાયન્સ ટેક્નોલોજી વિભાગની ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ સિટી વચ્ચે આ ગેલેરીની સાયન્સ સિટીમાં સ્થાપના કરવા માટેના એમ.ઓ.યુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા. મુખ્ય સચિવ રાજકુમાર અને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી પણ આ અવસરે જોડાયા હતા.

સિટીના પ્લેનેટ અર્થ પેવેલિયનમાં રૂપિયા  10  કરોડની નાણાંકીય સહાયથી હાથ ધરાવાનું છે

આ ન્યુક્લિયર સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગેલેરીનું નિર્માણ સાયન્સ સિટીના પ્લેનેટ અર્થ પેવેલિયનમાં રૂપિયા  10  કરોડની નાણાંકીય સહાયથી હાથ ધરાવાનું છે અને તેનું નિર્માણ કાર્ય 12  મહિનામાં પૂર્ણ થવાનો અંદાજ રાખવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ નવિન ગેલેરી અંગેની વિસ્તૃત વિગતો એમ.ઓ.યુ હસ્તાક્ષર વેળાએ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીના સચિવ અને એ.ઇ.સી ના અધ્યક્ષ કે.એન. વ્યાસ તેમજ રાજ્ય સરકારના સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરાએ આપી હતી.

સમાજમાં જાગૃતિ લાવવા માટે વિવિધ વર્કશોપ અને કાર્યક્રમો યોજશે

આ ન્યુક્લિયર સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગેલેરીમાં પરમાણુ અને અણુ ઊર્જા ક્ષેત્ર સાથે સંબંધિત અને વિવિધ આધુનિક હાથ ધરાયેલા પ્રદર્શનો દર્શાવવામાં આવશે.એટલું જ નહિ, આ ગેલેરી પરમાણુ અને અણુ ઊર્જાની ભારતની આત્મનિર્ભરતા તરફની સફરને પણ પ્રદર્શિત કરશે. અહિં આ સફરની નાની શરૂઆતથી લઇને આ ક્ષેત્રમાં વર્લ્ડ પ્લેયર બનવા સુધીની પરિવર્તનકારી સફર પણ પ્રદર્શિત કરાશે. સાયન્સ સિટી પરમાણુ અને અણુ ઊર્જા અને તેના શાંતિપૂર્ણ ઉપયોગો અને ઉપયોગ વિશે સમાજમાં જાગૃતિ લાવવા માટે વિવિધ વર્કશોપ અને કાર્યક્રમો યોજશે.

ઇન્ફોગ્રાફિક્સ AR/VR અને ઓડિઓ વિઝ્યુઅલ્સ સાથે અનોખો એડ્યુટેનમેન્ટ અનુભવ મળશે

આ હેતુસર ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી (DAE)ટેક્નિકલ સહાય પૂરી પાડશે, પ્રદર્શનો માટે કલ્પનાત્મક ડિઝાઇન, વિજ્ઞાનના શિક્ષકોને તાલીમ અને ગેલેરીના વિકાસ માટે સહાય પૂરી પાડશે. અત્યાધુનિક ન્યુક્લિયર સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગેલેરીના વિકાસથી મુલાકાતીઓને વિવિધ ઇમર્સિવ એક્સપિરિયન્સ પ્રદર્શનો, વર્કિંગ મોડલ્સ, ઇન્ફોગ્રાફિક્સ AR/VR અને ઓડિઓ વિઝ્યુઅલ્સ સાથે અનોખો એડ્યુટેનમેન્ટ અનુભવ મળશે તેમજ પરમાણુ અને અણુ ઊર્જા સંબંધિત વિવિધ પરિમાણોનું પ્રદર્શન નિહાળવા મળશે.

સાયન્સ સિટી અને DAE વચ્ચેનો આ અનોખો સહયોગ પરમાણુ અને અણુ ઊર્જાના ક્ષેત્રમાં યુવાઓમાં વધુ ઉત્સાહ જગાવવા અને ન્યુક્લિયર સાયન્સ ટેક્નોલોજીમાં રસ-રૂચિ ને પણ પ્રોત્સાહન આપશે. આ એમ.ઓ.યુ અવસરે આઇ.પી.આર ના ડિરેકટર ડૉ. શશાંક ચર્તુવેદી, ડૉ. એ.વી. રવિકુમાર તેમજ સાયન્સ સિટીના એક્ઝીક્યુટીવ ડિરેકટર જિતેન્દ્ર વદર અને જનરલ મેનેજર ડૉ. વ્રજેશ પરીખ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">