AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TAPI : ઉકાઈડેમની જળ સપાટી રુલ લેવલ પર,  4 હાઈડ્રો યુનિટ ચાલુ કરી પાણી છોડવામાં આવ્યું

TAPI : ઉકાઈડેમની જળ સપાટી રુલ લેવલ પર, 4 હાઈડ્રો યુનિટ ચાલુ કરી પાણી છોડવામાં આવ્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2021 | 9:53 AM
Share

Ukai Dam Tapi : ઉકાઈ ડેમનું રુલ લેવલ જાળવવા 4 હાઈડ્રો યુનિટ ચાલુ કરી 22,752 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

TAPI : એક બાજુ વરસાદના બીજા રાઉન્ડમાં દક્ષિણ ગુજરાત સહીત સમગ્ર રાજ્યમાં સારો એવો વરસાદ વારસી રહ્યો છે, તો બીજી બાજુ ઉકાઈ ડેમના ઉપરવાસના બે ડેમમાંથી પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમની જળસપાટી વધી રહી છે. હાલ ઉકાઈ ડેમની જળ સપાટી તેના રુલ લેવલ સુધી પહોચી છે. ઉકાઈ ડેમનું રુલ લેવલ 340 ફૂટ છે, હાલ ડેમની સપાટી 339.97 ફૂટને પાર થઇ ગઈ છે. ઉકાઈ ડેમનું રુલ લેવલ જાળવવા 4 હાઈડ્રો યુનિટ ચાલુ કરી 22,752 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહથી ઉકાઈ ડેમના ઉપરવાસના વિસ્તારોમાં ચોમાસું સક્રિય થયું છે, જેને પગલે ઉકાઈ ડેમની પાણીની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ઉકાઈ ડેમની ઉપરવાસમાં મહારાષ્ટ્રમાં પડી રહેલા સતત વરસાદને પગલે ઉકાઈ ડેમમાં લાખો ક્યુસેક પાણી આવી રહ્યું છે, જેને પગલે ગઈકાલે 10 સપ્ટેમ્બરે ડેમની સપાટી 336 ફૂટને પાર થઈ ગઈ હતી.

ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્રના હથનૂર ડેમના 30 દરવાજા ખોલીને 80,000 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે બે દિવસમાં જ ઉકાઈ ડેમની જળસપાટીમાં 4 ફૂટનો વધારો થયો. ગઈકાલે 10 સપ્ટેમ્બરે ઉકાઈ ડેમ તેની ભયજનક સપાટીથી માત્ર 8 ફૂટ દુર હતી. હાલ ઉકાઈ ડેમનું જળસ્તર 339.97 ફૂટ ફૂટ સુધી પહોચ્યું છે. ઉકાઈ ડેમમાં હાલ 1.43 લાખ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ડેમમાં પાણી નો પૂરતો જથ્થો જમા થઈ જતા તાપી જિલ્લા સહીત દક્ષિણ ગુજરાતના લોકો માટે એક રાહતના સમાચાર છે.

આ પણ વાંચો : Cricket News : અંડર-19 ડોમેસ્ટિક વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની ટીમમાં જામનગરની 7 મહિલા ખેલાડીઓની પસંદગી

g clip-path="url(#clip0_868_265)">