Rajkot : 500 કરોડના આક્ષેપના પર્દાફાશ પાછળ ભાજપના જ નેતા જવાબદાર હોવાનો ઇન્દ્રનીલ રાજ્યગુરૂનો આક્ષેપ
રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યુગુરૂએ આક્ષેપ કરતા કહ્યું હતું કે જે રીતે વિજય રૂપાણી અને નિતીન ભારદ્રાજે એકચક્રી શાસન ચલાવ્યું છે તેનાથી નેતાઓમાં નારાજગી હતી અને એટલા માટે જ રામ મોકરિયા અને ગોવિંદ પટેલ સી.આર.પાટીલને સાથે રાખીને વિજય રૂપાણીને ફસાવવાનો પ્રયાસ કરે છે.
કોંગ્રેસ(Congress)દ્રારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani)અને નિતીન ભારદ્રાજ પર કરાયેલા 500 કરોડના કથિત કૌભાંડના(Scam) આક્ષેપોને લઇને રાજકારણ ગરમાયું છે.આ મુદ્દે વિજય રૂપાણી અને નિતીન ભારદ્રાજે કોંગ્રેસના નેતાઓ સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે તો હવે આ મુદ્દે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યુગુરૂએ પણ ઝંપલાવ્યું છે. રાજ્યગુરૂએ પત્રકાર પરિષદ કરીને પૂર્વ મુખ્યમંત્રી પર ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા હતા અને વિરોધ પક્ષના નેતા સામે કરાયેલા માનહાનિના કેસને પરત ખેંચી લેવાની માંગ કરી હતી.રાજ્યગુરૂએ કહ્યું કે વિજય રૂપાણી આ કેસ પરત નહિ ખેંચે તો આગામી દિવસોમાં રાજકોટમાં પુરાવાઓ રજુ કરીશું અને સૂચિત તેમના ઇશારે પોલીસના દબાણથી ખાલી કરવામાં આવેલી મિલકતો સહિતના અનેક મુદ્દા અમે ઉઠાવીશું.
વિજય રૂપાણી અને નિતીન ભારદ્રાજે એકચક્રી શાસન ચલાવ્યું
આ અંગે રાજ્યગુરૂએ વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસ વિરોધ પક્ષની ભુમિકામાં છે તેઓ આવા કિસ્સાઓને ઉજાગર કરે પરંતુ આ કેસમાં પૂર્વ મુખ્યમંત્રી એકલા પડી ગયા છે.પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યુગુરૂએ આક્ષેપ કરતા કહ્યું હતું કે જે રીતે વિજય રૂપાણી અને નિતીન ભારદ્રાજે એકચક્રી શાસન ચલાવ્યું છે તેનાથી નેતાઓમાં નારાજગી હતી અને એટલા માટે જ રામ મોકરિયા અને ગોવિંદ પટેલ સી આર પાટીલને સાથે રાખીને વિજય રૂપાણીને ફસાવવાનો પ્રયાસ કરે છે.
જો સાચા હોય તો કેટલી અરજીઓમાં હેતુફેર કર્યો તેનો ખુલાસો કરે
ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ કહ્યું હતું કે દરેક જમીનમાં હેતુ ફેર થતો નથી.આ કેસમાં સહારા કંપનીને અને રૂપાણીના નજીકના લોકોને મદદ કરવા માટે રેસિડન્સમાંથી ઇન્ડસ્ટ્રીઝનો હેતુ ફેર કરવામાં આવ્યો છે,જો વિજય રૂપાણી સાચા હોય અને નિયમ પ્રમાણે જ બધુ કર્યુ હોય તો પહેલા તેઓ એ જાહેર કરે કે હેતુફેર માટે કેટલી અરજીઓ આવી હતી અને તેમાંથી કેટલી અરજીઓને ગ્રાહ્ય રાખવામાં આવી છે,કારણ કે સામાન્ય માણસ થાકી જાય છે ત્યાં સુધી તેની જમીનનો હેતુફેર થઇ શકતો નથી.
ભ્રષ્ટ્રાચારના પુરાવા અંગે રાજ્યગુરૂ અસ્પષ્ટ
ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આણંદપર અને નવાગામની જમીનમાં 500 કરોડનો ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ કર્યો છે પરંતુ તેના પુરાવા અંગે તેઓ અસ્પષ્ટ છે.તેઓએ પહેલા કહ્યું કે સમયાંતરે હું આ અંગેના પુરાવા આપીશ,બાદમાં કહ્યું કે ભ્રષ્ટાચાર વગર કોઇ કામ થતું નથી,તે જગ જાહેર વાત છે આવી વાતના પુરાવા ન હોય અને ત્યારબાદ તેઓએ કહ્યું કે લોકોને માનવું હોય તો આ વાત માને,એટલે કે રાજ્યગુરૂ પોતે પણ આ ભ્રષ્ટાચારના આક્ષેપના પુરાવા અંગે સ્પષ્ટ નથી.
આ પણ વાંચો : Gujarat Budget 2022 : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માટે 517 કરોડની જોગવાઇ
આ પણ વાંચો : Gujarat Budget 2022 : લોકોને રાહત, કોઇ નવા કરવેરા ના ઝીંકાયા, પ્રોફેશનલ ટેક્સમાં રાહત