Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ,કોન્સ્ટેબલના સાળા સામે પણ લાગ્યા આક્ષેપ, જુઓ Video

|

Sep 07, 2024 | 12:01 PM

સુરતના ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. હેડ કોન્સ્ટેબલ રણજીત મોરીએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે. બેંકની આસિસ્ટન્ટ મેનેજર મહિલાએ આ અંગેની ફરિયાદ નોંધાવી છે.

સુરતના ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. હેડ કોન્સ્ટેબલ રણજીત મોરીએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે. બેંકની આસિસ્ટન્ટ મેનેજર મહિલાએ આ અંગેની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં મહિલા સાથે 3 વર્ષમાં વારંવાર હેરાનગતિ કરીને દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.2 દિવસ પહેલા પણ રણજીત મોરી મહિલાના ઘરમાં ઘૂસ્યાનો આરોપ છે. મહિલાના કપડાં ફાડીને માર માર્યો હોવાની ફરિયાદ દાખલ થઇ છે. સાથે જ દુષ્કર્મનો વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપ્યાનો આક્ષેપ છે. કોન્સ્ટેબલના સાળા જયેશ સામે પણ મહિલાને ફોન કરીને રણજીતની વાત માનવાનું કહેવાનો આક્ષેપ છે.
રણજીત મોરીનો સાળા જયેશ સલાબતપુરા પોલીસ મથકનો કર્મચારી છે.

ઉલ્લેખનીય છે, ઉધના પોલીસનો હેડ કોન્સ્ટેબલ રણજીત મોરી અને સલાબતપુરા મથકનો પોલીસકર્મી જયેશ જે રણજીતનો સાળો છે. બંનેએ મળીને મહિલાને ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ક્યારેક દુષ્કર્મનો વીડિયો વાયરલ કરવાની ધમકી તો, ક્યારેક મહિલાના 12 વર્ષના ભાણેજનું અપહરણ કરવાની ધમકી આપી હતી. મહિલાને પામવા માટે આપઘાતનો પ્રયાસ પણ કર્યો હોવાના આક્ષેપ છે.

આપને જણાવી દઇએ, હેડ કોન્સ્ટેબલ રણજીત મોરી પરિણીત છે અને બે બાળકોનો પિતા પણ છે. મહત્વનું છે, આ મહિલા એ જ બેંકમાં નોકરી કરે છે. જે બેંકમાં પોલીસ કર્મીઓનો પગાર થતો હતો. આ રીતે બંને એક બીજાના સંપર્કમાં આવ્યા હતા. જો કે હવે મહિલાએ કંટાળીને પોલીસ મથકે ફરિયાદ કરી કાર્યવાહીની માગ કરી છે.

Next Video