ઉધનાના ધારાસભ્ય મનુ પટેલે 156 ઘીના ડબ્બાની સુખડી ભગવાનને અર્પણ કરી અનોખી માનતા પૂર્ણ કરી, જુઓ વિડીયો
સુરત : ઉધનાના MLAએ પૂરી કરી અનોખી માનતા પૂર્ણ કરી હતી. મનુ પટેલે તેમના વતન મહેસાણાના મલેકપુર ગામે વિધાનસભા ચૂંટણી સમયે રાખેલી માનતા પૂર્ણ કરી હતી જે અવસરે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા;

સૂત્રો અનુસાર ધારાસભ્ય મનુભાઈ પટેલે માન્યતા રાખી હતી કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જેટલી સીટ આવશે તેટલા ઘણા ડબ્બાની સુખડી ઈશ્વરને અર્પણ કરશે. હવે ચૂંટણીના પરિણામ આવી ગયા છે ત્યારે મનુ પટેલે 156 ઘીના ડબ્બાની સુખડી અર્પણ કરી છે. ગામના ભૈરવ દાદાને સુખડી અર્પણ કરાઇ હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આ આ અવસરે હાજર રહ્યા હતા. વિધાનસભા ચૂંટણી પહેલા રાખેલી માનતા પૂર્ણ કરવા શુદ્ધ ઘીની સુખડી બનાવાઈ હતી.