Ahmedabad : VS હોસ્પિટલ નજીક રાજસ્થાનની ST બસે ટુવ્હીલર ચાલકને લીધો અડફેટે, એકનું મોત, જુઓ Video

| Edited By: | Updated on: Dec 05, 2024 | 11:55 AM

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એક વાર અમદાવાદમાં અકસ્માતની ઘટના બની છે. વીએસ હોસ્પિટલ પાસે રાજસ્થાનની ST બસે 65 વર્ષીય આધેડને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નિપજ્યુ છે.

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એક વાર અમદાવાદમાં અકસ્માતની ઘટના બની છે. વીએસ હોસ્પિટલ પાસે રાજસ્થાનની ST બસે 65 વર્ષીય આધેડને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નિપજ્યુ છે. પ્રાથમિક માહિતી મુજબ ST બસ જોધપુરથી અમદાવાદ આવી રહી હતી તે સમયે વીએસ હોસ્પિટલ નજીક મૂળ શાહપુરના રહેવાસી મયંક શાહને અડફેટે લેતા કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે.

ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો હતો અકસ્માત

બીજી તરફ ગઈકાલે અમદાવાદ નજીક બગોદરા વટામણ હાઈવે પર ફરી એક અકસ્માતની ઘટના બની હતી. ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં આશરે 10થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બગોદરા તારાપુર ચોકડી પાસે બસચાલકને ઝોંકુ આવતા આ સમગ્ર ઘટના બની હોવાનું સામે આવ્યુ હતુ.

 

Published on: Dec 05, 2024 11:54 AM