
અમદાવાદમાં આયોજિત TV9 ગુજરાતી What Gujarat Thinks Todayના કાર્યક્રમમાં CR પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે આ કાર્યક્રમમાં ગુજરાતની સફળતા અંગે તેમજ અનેક રાઝ પણ ખોલ્યા હતા.સી.આર. પાટીલ સાથે જળશક્તિ અને જીતની વાત તેમજવિધાનસભામાં 156 બેઠકો જીત્યા બાદ પણ પાટીલને હજૂ ખુંચે છે કઇ વાત? તેમણે કહ્યું કાર્યકરોની નાની મોટી ભૂલ તો થતી રહે છે. 26 સીટ ગુમાવી તેનું દુખ આજે પણ છે. પાટીલનો રેકોર્ડ તોડી શકશે પંચાલ? તેમણે કહ્યું કે, નવા પ્રદેશ અધ્યક્ષ પણ સક્ષમ છે. જો તેઓ રેકોર્ડ તોડે તો મને આનંદ થશે.
કાર્યક્રમમાં સીઆર પાટીલે કહ્યું દર વર્ષે બહાર શૌચક્રિયા જવાથી 60હજાર જેટલા બાળકો મૃત્યુ પામતા હતા,મોદી સાહેબે નળ સે જલની સુવિધા શરુ કરી છે. 9 કરોડથી વધુ બહેનો પાણી માટે દુર સુધી જતી હતી. તેમજ પ્રધાનમંત્રીના નેતૃત્વમાં અંદાજે 16 કરોડ દરેક ઘરે પાણી પહોંચાડવાનું સપનું પૂર્ણ થયું છે. જે 3 કરોડ ઘરમાં હજુ પાણી આપવાનું છે. તેની કામગીરી ટુંક સમયમાં પૂર્ણ થશે. 8 લાખ બહેનો પાણીનો રિપોર્ટ પણ કર્યો છે. આજે દરેક ઘરમાં સ્વચ્છ પાણી આવી રહ્યું છે.‘હર ઘર જલ’થી ‘નમામિ ગંગે’ પ્રોજકેટ હેઠળ કામ ચાલી રહ્યું છે. લોકો ગંગામાં કચરો ન નાંખે તેના પર પણ કામ ચાલી રહ્યું છે.