Rajkot Video : અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાની વધુ એક કરતૂતનો પર્દાફાશ, SITને ગેરમાર્ગે દોરવા અપનાવ્યા અનેક પેંતરા

Rajkot Video : અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાની વધુ એક કરતૂતનો પર્દાફાશ, SITને ગેરમાર્ગે દોરવા અપનાવ્યા અનેક પેંતરા

| Edited By: | Updated on: Jun 09, 2024 | 10:44 AM

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં દિવસે દિવસે મોટા ખુલાસા થયા છે. રાજકોટ અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાની વધુ એક કરતૂતનો પર્દાફાશ થયો છે. મનસુખ સાગઠિયાએ રાજકોટ અગ્નિકાંડની તપાસથી બચવા અનેક પેંતરાબાજી કરી હોવાનું સામે આવી રહ્યું છે.

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં દિવસે દિવસે મોટા ખુલાસા થયા છે. રાજકોટ અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાની વધુ એક કરતૂતનો પર્દાફાશ થયો છે. મનસુખ સાગઠિયાએ રાજકોટ અગ્નિકાંડની તપાસથી બચવા અનેક પેંતરાબાજી કરી હોવાનું સામે આવી રહ્યું છે. મનસુખ સાગઠિયાએ SITને ગેરમાર્ગે દોરવા માટે અનેક પેંતરાબાજી અપનાવી હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. મનસુખ સાગઠિયાએ TPO શાખાની બનાવટી મિનિટ્સ નોટ બનાવી હતી.

SITને ગેરમાર્ગે દોરવા અપનાવ્યા અનેક પેંતરા

સ્ટાફને ધમકાવી સાગઠિયાએ મિનિટ્સ નોટમાં સહી કરાવી હતી. સાગઠિયાએ અગ્નિકાંડ બાદ 27મીએ સાંજે સ્ટાફની તાબડતોબ મિટિંગ બોલાવી હતી. અગાઉથી તૈયાર કરાવેલ બોગસ મિનિટ્સ નોટ પર સ્ટાફને ધમકાવી સહી કરાવી હતી.અગ્નિકાંડના ગુનાથી બચવા મનસુખ સાગઠિયાએ ષડયંત્ર રચ્યું હોવાનુ સામે આવ્યુ છે. સમગ્ર મામલે એમ.ડી સાગઠિયા વિરૂદ્ધ વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે.મનસુખ સાગઠિયા વિરૂદ્ધ ગુનો નોંધવામાં સરકાર ફરિયાદી બની છે. SITના સભ્ય PSI ડી.સી. સાકરિયાએ ગુનો દાખલ કરાવ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો