Tribal belt local body election : આદિવાસી પટ્ટામાં લોકશાહીની ઉજવણીઃ ભારે ગરમી વચ્ચે પણ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ઊંચું મતદાન
ડાંગ જિલ્લામાં પણ લગભગ 70 ટકા જેટલું મતદાન નોંધાયું છે, જ્યારે તાપી જિલ્લામાં અંદાજે 65 ટકા મતદાન થયું હોવાનું જાણવા મળે છે. મતદાનના આ આંકડા દર્શાવે છે કે, આદિવાસી વિસ્તારોમાં લોકો લોકશાહી પ્રક્રિયામાં સક્રિય રીતે જોડાઈ રહ્યા છે.
દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ઉત્સાહભેર અને મોટા પ્રમાણમાં મતદાન નોંધાયું છે. ખાસ કરીને આદિવાસી પટ્ટામાં મતદારોમાં ભારે ગરમી છતા લોકશાહી પ્રત્યેનો જુસ્સો સ્પષ્ટ જોવા મળ્યો છે.
મળતી માહિતી અનુસાર, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સારા પ્રમાણમાં મતદાન થયું છે. નર્મદા જિલ્લામાં તાલુકા પંચાયત માટે અંદાજે 70 ટકા જેટલું મતદાન નોંધાયું છે. જિલ્લા પંચાયતમાં પણ લગભગ 70 ટકા મતદાન થવાથી મતદારોની સક્રિયતા સ્પષ્ટ થઈ છે. ભારે ગરમી વચ્ચે મતદારોએ મતદાનનો પ્રવાહ યથાવત રાખ્યો હતો.
આ જ પ્રમાણે, ડાંગ જિલ્લામાં પણ લગભગ 70 ટકા જેટલું મતદાન નોંધાયું છે, જ્યારે તાપી જિલ્લામાં અંદાજે 65 ટકા મતદાન થયું હોવાનું જાણવા મળે છે. મતદાનના આ આંકડા દર્શાવે છે કે, આદિવાસી વિસ્તારોમાં લોકો લોકશાહી પ્રક્રિયામાં સક્રિય રીતે જોડાઈ રહ્યા છે.
સ્થાનિક સ્તરે મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો પર પહોંચી રહ્યા હતા અને ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા હતા. દક્ષિણ ગુજરાતના આદિવાસી બેલ્ટમાં સૌથી વધુ મતદાન થવાથી સમગ્ર રાજ્યમાં આ વિસ્તાર ખાસ ધ્યાન આકર્ષી રહ્યો છે.
