Rain Video : વડોદરાના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસ્યો વરસાદ, 165થી વધારે વૃક્ષો ધરાશાયી

વડોદરામાં ફરી એક વાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્તા અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. જેના પગલે કેટલીક જગ્યાએ વીજળી ગુલ થઈ ગઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2024 | 1:19 PM

વડોદરામાં ફરી એક વાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્તા અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. જેના પગલે કેટલીક જગ્યાએ વીજળી ગુલ થઈ ગઈ છે. સયાજીગંજ, કારેલીબાગ, રાવપુરા, સુભાનપુરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.

165થી વધારે વૃક્ષ ધરાશાયી

ભારે પવન ફૂંકાતા વિવિધ વિસ્તારોમાં આશરે 165થી વધારે વૃક્ષો ધરાશાયી થયા છે. મળતી માહિતી અનુસાર ફાયર વિભાગને એક કલાકમાં જ વૃક્ષો ધરાશાયી થયા હોવાના અનેક કોલ આવ્યા હોવાનું સામે આવ્યુ છે. રાવપુરા, એમ.જી રોડ, પાણીગેટ, ગુરુકુળ રોડ વિસ્તારમાં વૃક્ષો પડ્યા હોવાનું સામે આવ્યુ છે. બીજી તરફ MGVCLને લાઇટ ગુલ થવાના એક કલાકમાં 500થી વધુ કોલ આવ્યા છે.

કરજણમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ

આ તરફ વડોદરામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ચાલુ વરસાદે કરજણ ફાયર વિભાગે ખડેપગે કાર્યવાહી કરી છે. નેશનલ હાઇવે 48 ધાવત ચોકડી ઓવર બ્રિઝ પાસે બાજુમાં કરજણ સર્વિસ રોડ પર વૃક્ષ ધરાશાયી થયું હતું. જેમા કરજણ ફાયર વિભાગે તાત્કાલિક કામગીરી કરી વૃક્ષો દૂર કર્યા હતા.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">