Dahod Rain : ઉપરવાસમાં વરસ્યો ધોધમાર વરસાદ, દેવગઢ બારિયાના બૈણા ગામની પાનમ નદીમાં તણાયું ટ્રેક્ટર, જુઓ Video
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. જ્યારે દાહોદ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસતા પાનમ નદીમાં ટ્રેકટર તણાયું છે.
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. દાહોદ પંથકમાં પણ સારો વરસાદ આવતા નદી -નાળા છલકાયા છે. દાહોદના દેવગઢ બારિયાના બૈણા ગામની નદીમાં ટ્રેકટર તણાયુ હોવાની ઘટના બની છે. ઉપરવાસમાં વધારે વરસાદ પડતા પાનમ નદીમાં અચાનક પૂરની સ્થિતિ સર્જાઈ હતી.
મળતી માહિતી અનુસાર પાનમ નદીમાં રેતી ભરવા ગયેલા ટ્રેકટર નદીના પ્રવાહમાં ફસાયુ હતુ. ટ્રેક્ટર ચાલક સહિત અન્ય 1 યુવક પણ નદીમાં ફસાયો હતો. જો કે સમગ્ર ઘટનાની જાણ થતા ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને બે યુવક સહિત ટ્રેકટરને બહાર કાઢ્યુ.
બીજી તરફ પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં વરસાદ પડતા પગથિયા પર પાણી પાણી થયુ છે. યાત્રાધામ પાવાગઢ મંદિર ખાતે નયન રમ્ય દ્રશ્યો સર્જાયા છે. ગોધરા, કાલોલ, હાલોલ, પાવાગઢ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
Latest Videos