રાજકોટ અગ્નિકાંડમાં સસ્પેન્ડ કરાયેલા ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયાને, ક્રાઈમ બ્રાન્ચે ચાલુ બેઠકમાંથી ઉપાડ્યા, જુઓ Video

રાજકોટ અગ્નિકાંડમાં સસ્પેન્ડ કરાયેલા ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયાને, ક્રાઈમ બ્રાન્ચે ચાલુ બેઠકમાંથી ઉપાડ્યા, જુઓ Video

| Edited By: | Updated on: May 29, 2024 | 3:30 PM

રાજકોટ મહાનગરપાલિકાના કોન્ફરન્સ રૂમમાં નવા નિમાયેલા મ્યુ. કમિશનર ડી પી દેસાઈ અધિકારીઓની બેઠક યોજી રહ્યાં હતા. તે સમયે જ ક્રાઈમ બ્રાન્ચે રાજકોટના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ ડી સાગઠીયાને કોન્ફરન્સ રૂમમાંથી ઉઠાવીને ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે જરુરી પુછપરછ માટે લઈ ગઈ હતી.

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં તપાસનો ધમધમાટ શમ્યો નથી. અગ્નિકાંડને લઈને શરૂઆતમાં રાજ્ય સરકાર દ્વારા સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓ પૈકી, રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયાને, ક્રાઈમ બ્રાન્ચે ચાલુ બેઠકમાંથી લઈ જવામાં આવ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકાના કોન્ફરન્સ રૂમમાં નવા નિમાયેલા મ્યુ. કમિશનર ડી પી દેસાઈ અધિકારીઓની બેઠક યોજી રહ્યાં હતા. તે સમયે જ ક્રાઈમ બ્રાન્ચે રાજકોટના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ ડી સાગઠીયાને કોન્ફરન્સ રૂમમાંથી ઉઠાવીને ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે જરુરી પુછપરછ માટે લઈ ગઈ હતી.

ગયા શનિવારે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગ બાદ, સફાળા જાગેલા તંત્રે એક પછી એક પગલા લેવાનું શરુ કર્યું હતું. જેમાં રાજકોટના પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર સહિત પોલીસ અને મનપાના અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા હતા. જેમા રાજકોટના ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયાનો પણ સમાવેશ થતો હતો. જો કે તેમનો ચાર્જ હાલમાં રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે રુડાના અધિકારીને સોપવામાં આવ્યો છે.