Rain : સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ! સૌથી વધુ વડાલી અને ખેડબ્રહ્મામાં વરસાદ ખાબક્યો, જુઓ Video

Rain : સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ! સૌથી વધુ વડાલી અને ખેડબ્રહ્મામાં વરસાદ ખાબક્યો, જુઓ Video

| Edited By: | Updated on: Jun 22, 2025 | 9:50 AM

ગુજરાતમાં અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ બારે મેઘ ખાંગા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ખેડબ્રહ્મા અને વડાલીમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ બારે મેઘ ખાંગા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ખેડબ્રહ્મા અને વડાલીમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો છે. વડાલીમાં 12.2 ઈંચ વરસાદ વરસ્યો છે. ખેડબ્રહ્મામાં 10.3 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ ઈડરમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે વિજયનગરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે.

વડાલીમાં 12.2 ઈંચ વરસાદ વરસ્યો

સતત વરસાદ બાદ ખેડબ્રહ્માની હરણાવ નદી બેકાંઠે વહી રહી છે. ત્યારે ઈડરના કડીયાદરા પાસેની ખરોલ, ઘઉંવાવ નદી બેકાંઠે વહેવા લાગી છે. સાબરકાંઠામાં છેલ્લા 24 કલાકથી સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાયો છે. તલોદમાં પણ અઢી ઈંચ, પ્રાંતિજમાં 2 ઈંચ વરસાદ તો પોશીનામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકે તેવી શક્યતા છે. રાજ્યમાં આજે વરસાદનું જોર વધવાના એંધાણ પર કરવામાં આવ્યા છે. આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ કચ્છ,બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તો પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો