આજનું હવામાન : અંબાલાલ પટેલે ઠંડીને લઈને કરી મોટી આગાહી, ગુજરાતનો આ વિસ્તાર બનશે ઠંડોગાર, જુઓ Video

| Updated on: Dec 01, 2024 | 7:59 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પવન સાથે કડકડતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો જોવા મળે તેવી શક્યતા છે. આગામી દિવસોમાં રાજ્યમાં હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પવન સાથે કડકડતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો જોવા મળે તેવી શક્યતા છે. આગામી દિવસોમાં રાજ્યમાં હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. લઘુત્તમ તાપમાનમાં આગામી 5 દિવસ દરમિયાન કોઈ મોટા ફેરફારોની શક્યતા નથી. જો કે કેટલાક જિલ્લાઓમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો અને વધારો થઈ શકે છે.

અંબાલાલ પટેલે ઠંડીને લઈને કરી મોટી આગાહી

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ડિસેમ્બરની શરુઆતમાં લઘુતમ તાપમાન વધવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં 17 ડિગ્રી તાપમાન રહેશે. કચ્છના ભાગોમાં લઘુતમ તાપમાન 18 ડિગ્રી ઉપર અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં 15 ડિગ્રી જેટલું તાપમાન રહેતા ઠંડીના ચમકારાનો અનુભવ થશે.

ગાત્રો થીજવતી ઠંડીની આગાહી

પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન 20 અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહે તેવુ અનુમાન લગાવવામાં આવ્યુ છે. ગુજરાતના ભાગોમાં ડિસેમ્બરની શરુઆતમાં ઠંડા પવનો ફુંકાશે. જેના કારણે ગાત્રો થીજવતી ઠંડી 22 ડિસેમ્બર બાદ આવી શકે છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગ અનુસાર અમદાવાદ, ભરૂચ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જામનગર,વડોદરા સહિતના જિલ્લામાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ વલસાડ, નવસારી સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત મહિસાગર, દાહોદ સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.બીજી તરફ અમરેલી, આણંદ, અરવલ્લી, બોટાદ, છોટાઉદેપુર, ગાંધીનગર, કચ્છ, ખેડા, નર્મદા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.