Today Weather : ચોમાસુ હવે ધીરે ધીરે વિદાય લઇ રહ્યુ છે. જો કે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળે તેવી શક્યતા છે. આગામી દિવસોમાં લોકોએ ફરી ગરમીનો સામનો કરવો પડશે. આગામી 3-4 દિવસ મહત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે. અનેક શહેરોમાં 2 થી 3 ડિગ્રી મહત્તમ તાપમાન વધી શકે છે. રાજ્યમાં હાલ વરસાદની શક્યતા નહિંવત છે.
બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં ‘દાના’ ચક્રવાત ત્રાટકવાની શક્યતા છે. ચક્રવાતને લઇને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. 24 થી 26 ઓક્ટોબર વચ્ચે ચક્રવાત સર્જાઇ શકે છે. ગુજરાતમાં ‘દાના’ ચક્રવાતની અસર નહીંવત રહેશે. દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે.