આજનું હવામાન : ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી, જુઓ Video

| Updated on: Oct 19, 2024 | 7:43 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં ફરી વરસાદી પડવાની શક્યતા છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં ફરી વરસાદી પડવાની શક્યતા છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી છે. દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, સુરત, ભરુચ, નર્મદા, તાપી, ડાંગ, વલસાડમાં વરસાદની સંભાવના છે. બીજી તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરી છે. તો વંટોળ સાથે વરસાદ પડે તેવા એંધાણ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં વર્તાશે વાવાઝોડાની અસર !

બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 22થી 25 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં વાવઝોડું સર્જાઈ શકે છે. આ વાવાઝોડામાં પવનની ગતિ 100થી 120 કિમી સુધી રહે તેવુ અનુમાન કરવામાં આવી રહ્યું છે. જો આ ચક્રવાત સર્જાશે તો થાઈલેન્ડ થઈને આ સિસ્ટમ બંગાળના ઉપસાગરમાં આવશે. જેની અસર ગુજરાતમાં વર્તાશે. વાવાઝોડાના કારણે 24 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના જુદા-જુદા ભાગમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની વકી છે.