Janmashtami : જન્માષ્ટમીના પર્વ પર દ્વારકાના જગતમંદિરમાં ભક્તોનો અવિરત પ્રવાહ, પોલીસનો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો, જુઓ Video
આજે દેશ અને રાજ્યના દરેક કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીના પર્વની ધુમ-ધામ ઉજવણી થઈ રહી છે. ત્યારે કૃષ્ણનગરી દ્વારકામાં પણ ભક્તોની ભીડ જામી છે. મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં દર્શન માટે ઉમટ્યા છે.
આજે દેશ અને રાજ્યના દરેક કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીના પર્વની ધુમ-ધામ ઉજવણી થઈ રહી છે. ત્યારે કૃષ્ણનગરી દ્વારકામાં પણ ભક્તોની ભીડ જામી છે. મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં દર્શન માટે ઉમટ્યા છે. આજે વહેલી સવાર 6 વાગ્યે ભગવાન દ્વારકાધીશને મંગળા આરતી ઉતારવામાં આવી હતી. જે બાદ સવારે 6 વાગ્યા થી 8 વાગ્યા દરમિયાન મંગળા દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા.જન્માષ્ટમીના પર્વને ધ્યાનમાં રાખીને દ્વારકામાં ચાંપતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
જન્માષ્ટમીના પર્વ પર દ્વારકાનગરી કૃષ્ણમય બની છે. આજે મંદિરમાં લાખો શ્રદ્ધાળુ દ્વારકા અને બેટ-દ્વારકામાં કૃષ્ણના દર્શને આવી રહ્યા છે. ત્યારે શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધાને પ્રાથમિકતા આપીને આ વર્ષે સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવામાં આવી છે. દ્વારકામાં 1800થી વધુ પોલીસકર્મી તૈનાત છે. તેમાં 1 SP, 7 DySP, 2 વરિષ્ઠ અધિકારી તેમજ લગભગ 70 PI અને PSIનો સમાવેશ થાય છે. આ ઉપરાંત LCB, SOG તથા સિવિલ ડ્રેસમાં પોલીસકર્મીઓ પણ ફરજ પર તૈનાત છે. તેમજ આઈજી રેન્જ હેઠળના 4 જિલ્લાઓમાંથી પણ ફોર્સ બોલાવવામાં આવી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
