અમદાવાદના દાણીલીમડા વોર્ડમાં કોંગ્રેસની તરફેણમાં, AAP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

| Edited By: | Updated on: Apr 15, 2026 | 5:32 PM

અમદાવાદ મહાનગરપાલિકા માટેની ચૂંટણીમાં દાણીલીમડા વોર્ડમાંથી કોંગ્રેસના ઉમેદવારોની તરફેણમાં, AAPમાંથી એક અને AIMIM માંથી 2 ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્ર પાછા ખેંચ્યા છે.

અમદાવાદ મહાનગરપાલિકા માટેની ચૂંટણીમાં દાણીલીમડા વોર્ડમાંથી કોંગ્રેસના ઉમેદવારોની તરફેણમાં, AAPમાંથી એક અને AIMIM માંથી 2 ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્ર પાછા ખેંચ્યા છે. AIMIM ના પઠાણ અસફાક ખાન અને કરિશ્મા કુરેશીએ ફોર્મ પરત ખેંચતા, દાણીલીમડા વોર્ડના ધારાસભ્ય શૈલેષ પરમારે બન્નેનું સન્માન કર્યું હતું. જ્યારે AAP ના શહેઝાદ પટણીએ ઉમેદવારી પરત ખેચી લેતા શહેઝાદખાન પઠાણે સ્વાગત કર્યું હતું.


કોંગ્રેસના ઉમેદવારોની તરફેણમાં ઉમેદવારી પરત ખેંચનાર, AIMIM ના કરિશ્મા કુરેશીએ ઉમેદવારી પત્ર પાછી ખેંચી લીધા બાદ જણાવ્યું હતું કે, મેં પહેલા કોંગ્રેસ પાસે જમાલપુરથી ટિકિટ માંગી હતી. કોંગ્રેસમાંથી ટિકિટ ના મળતા AIMIM માં ગઈ હતી. AIMIM એ પણ જમાલપુરના બદલે દાણીલીમડાથી ટિકિટ આપી. AIMIMથી ભાજપને ફાયદો મળે તેમ હતું. આથી ઉમેદવારી પરત ખેંચી છે.

Breaking News : વડોદરાના ડભોઇમાં ચૂંટણી પહેલાં બબાલ, ઉમેદવારી પરત ખેંચતા કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે મારામારી, જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.