બસ આટલી વાર લાગે.. રાજકોટના કોઠારીયા રોડ પર યુવતી પાસેથી મોબાઈલ ઝૂંટવી તસ્કર ફરાર, જુઓ CCTV ફૂટેજ
રાજકોટના કોઠારીયા રોડ પર દિવસે દહાડે એક યુવતી પાસેથી મોબાઈલ ઝૂંટવીને તસ્કર ફરાર થઈ ગયો છે. તસ્કરે યુવતીનો પીછો કરી રેકી કરી હતી.
રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર મોબાઈલ સ્નેચિંગનો એક બનાવ સામે આવ્યો છે. દિવસે દહાડે એક યુવતી પાસેથી મોબાઈલ ઝૂંટવીને તસ્કર ફરાર થઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, કોઠારીયા રોડ પર એક યુવતીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવીને સ્કૂટર પર સવાર એક શખ્સ નાસી છૂટ્યો હતો.
આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે તસ્કરે પહેલા યુવતીનો પીછો કર્યો અને રેકી કરી હતી. બાદમાં તકેદારીપૂર્વક મોબાઈલ ઝૂંટવીને તે સ્થળ પરથી ઝડપથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
આ બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ વિભાગ હરકતમાં આવ્યું છે. રાજકોટ પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. પોલીસે તસ્કરને ઓળખી કાઢવા અને તેને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. શહેરમાં દિવસે દહાડે બનેલા આ બનાવને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ખડગેના ગુજરાત વિરોધી નિવેદન પર.. CM અને DyCM એ કોંગ્રેસને ઘેરી, જુઓ Video
