Gujarati Video : જામનગરમાં લોકગાયક કીર્તિદાન ગઢવીના લોકડાયરામાં ચલણી નોટોનો થયો વરસાદ, રિવાબા જાડેજા, કાંધલ જાડેજા સહિત અનેક નેતાઓ રહ્યા હાજર

|

May 24, 2023 | 9:31 AM

જામનગરમાં મહારાણા પ્રતાપની જન્મતિથિ નિમિતે રાજપૂત સમાજ દ્વારા લોકડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કિર્તીદાન ગઢવીના લોકડાયરામાં લોકોએ ચલણી નોટોનો વરસાદ કર્યો હતો.

આમ તો ઘણા લોકડાયરા તમે જોયા હશે. જેમાં રૂપિયાનો, સોના-ચાંદીના સિક્કાનો, ડોલરનો વરસાદ થતો હોય છે. ગુજરાતી લોકગાયક કિર્તીદાન ગઢવીનો ( Kirtidan Gadhvi ) ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. જામનગરમાં કિર્તીદાન ગઢવીના લોકડાયરામાં લોકોએ ચલણી નોટોનો વરસાદ કર્યો હતો.

આ પણ વાંચો : Jamnagar : ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટીમાં સ્ટાફની અછતની ફરિયાદ, સંલગ્ન કોલેજોના કામોમાં વિલંબ

મહારાણા પ્રતાપ જન્મતિથિ નિમિતે રાજપૂત સમાજ દ્વારા લોકડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. આ લોકડાયરામાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ધારાસભ્ય રિવાબા જાડેજા, પૂર્વ મંત્રી હકુભા જાડેજા પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. આ ઉપરાંત રિબડા જૂથના રાજદીપસિંહ અને ગોંડલ જૂથના ગણેશ ગ્રુપ દ્વારા પણ સ્ટેજ પર રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો.

 

પાટણમાં કિર્તીદાન ગઢવીનો યોજાયો હતો અનોખો ડાયરો

આ અગાઉ ઉત્તર ગુજરાતના પાટણમાં યોજાયેલા કિર્તીદાન ગઢવીના ડાયરામાં રોટલી સાથે આવનારને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેથી જીવદયા પ્રેમીઓ મોટી સંખ્યામાં રોટલો અને રોટલીઓ લઈ ઉમટી પડ્યા હતા અને સ્ટેજ ઉપર રોટલા અને રોટલીના ઢગ થઈ ગયા હતા.

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video