હિન્દી ભારતીય ભાષાની સ્પર્ધક નથી, હિન્દી દિવસ પર અખિલ ભારતીય રાજભાષા સમ્મેલનમાં અમિત શાહે આપ્યું નિવેદન, જુઓ Video
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપવાના છે.અમિત શાહે ગાંધીનગરમાં આયોજીત એક કાર્યક્રમમાં હિન્દી ભાષાના વિકાસ અને તેના ભવિષ્ય અંગે મહત્વપૂર્ણ વાતો કરી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપવાના છે.અમિત શાહે ગાંધીનગરમાં આયોજીત એક કાર્યક્રમમાં હિન્દી ભાષાના વિકાસ અને તેના ભવિષ્ય અંગે મહત્વપૂર્ણ વાતો કરી છે. તેમણે “હિન્દી શબ્દસિંધુ” ની વિભાવના રજૂ કરી, જેનો ઉદ્દેશ્ય હિન્દી શબ્દકોષને સમૃદ્ધ બનાવવાનો છે. અમિત શાહના મતે, હિન્દીને વધુ લચીલી અને લોકપ્રિય બનાવવા માટે તેમાં અન્ય ભારતીય ભાષાઓના શબ્દોનો સમાવેશ કરવો જરૂરી છે.
અમિત શાહે ભારતીય ભાષાઓના ઉજ્જવળ ભવિષ્યનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને બાળકોને માતૃભાષામાં શિક્ષણ આપવા પર ભાર મૂક્યો. તેમણે એ પણ ઉમેર્યું કે માતૃભાષામાં શિક્ષણ બાળકોના માનસિક વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત, તેમણે દ્રષ્ટિબાધિત વ્યક્તિઓ માટે AI-સંચાલિત ચશ્માંનું વિતરણ કરીને તેમના જીવનને સરળ બનાવવાના પગલાંની પણ પ્રશંસા કરી.
