દરિયામાં સિસ્ટમ થઇ મજબૂત, ગુજરાત પર ચક્રવાતનું સંકટ ઘેરાયું – જુઓ Video

દરિયામાં સિસ્ટમ થઇ મજબૂત, ગુજરાત પર ચક્રવાતનું સંકટ ઘેરાયું – જુઓ Video

| Edited By: | Updated on: May 21, 2025 | 8:59 PM

દરિયામાં હવે સિસ્ટમ વધુ મજબૂત બની રહી છે અને તીવ્ર લો-પ્રેશરના રૂપમાં વિકસાઈ રહી છે. આ સિસ્ટમ ચક્રવાતમાં પરિવર્તિત થઈ શકે છે અને તેનો પ્રભાવ ગુજરાત પર પડી શકે છે. ટૂંકમાં કહીએ તો, ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના છે.

દરિયામાં હવે સિસ્ટમ વધુ મજબૂત બની રહી છે અને તીવ્ર લો-પ્રેશરના રૂપમાં વિકસાઈ રહી છે. તંત્ર અને હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે, આ સિસ્ટમ ચક્રવાતમાં પરિવર્તિત થઈ શકે છે અને તેનો પ્રભાવ ગુજરાત પર પડી શકે છે.

આગામી દિવસોમાં આ સિસ્ટમ રાજ્ય તરફ આગળ વધી શકે છે, જેના કારણે આગામી 22થી 28 મે વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની શક્યતા છે. બીજીબાજુ, કચ્છના વિસ્તારોમાં પણ મૂશળધાર વરસાદ પડવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાઈ શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો