Surat Video : ધોધમાર વરસાદ ખાબકતા કીમ ચાર રસ્તાથી મહારાષ્ટ્રને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ, વરસાદી પાણીમાં કાર તણાઈ

|

Jul 24, 2024 | 4:22 PM

સુરતમાં ધોધમાર વરસાદ થતા અનેક જગ્યા પર ઘુંટણસમા પાણી ભરાયા છે. સુરતના કીમ- ઓલપાડ, કીમ -માંડવી,માંડવી - માંગરોલ હાઈવે પર પાણી ફરી વળ્યા છે.

સુરતમાં ધોધમાર વરસાદ થતા અનેક જગ્યા પર ઘુંટણસમા પાણી ભરાયા છે. સુરતના કીમ- ઓલપાડ, કીમ -માંડવી,માંડવી – માંગરોલ હાઈવે પર પાણી ફરી વળ્યા છે. કીમ ચાર રસ્તાથી મહારાષ્ટ્રને જોડતા માર્ગ પર પાણી ભરાયા છે. જળ ભરાવના કારણે સુરત જિલ્લાનું જન જીવન પ્રભાવિત થયા છે.
જિલ્લાની તમામ નદીઓમાં ભરપૂર પાણીની આવક થઈ છે. ભારે વરસાદના કારણે માંગરોળ, ઓલપાડ, માંડવી વિસ્તારમાં મુખ્યત્વે પ્રભાવિત થયા છે.કિમ નદીની કાંઠે આવેલા ગામડાઓમાં નદીના પાણી ઘુસ્યા છે. ભારે વરસાદના  કારણે દુકાનો, ફેકટરીઓ બંધ કરવાની ફરજ પડી છે. કંટવા ગ્રામ પંચાયતમાં પાણી ભરાતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ગ્રામ પંચાયતમાં પાણી ભરાતા જરુરી દસ્તાવેજો સલામત સ્થળે મુકવામાં આવ્યા છે.

 

Next Video