અમદાવાદમાં રેશન કાર્ડની દુકાનો પરથી અનાજ મેળવતા ગરીબો અટવાયા, સર્વરમાં ખામી સર્જાઇ

અમદાવાદમાં રેશન કાર્ડની દુકાનો પરથી અનાજ મેળવતા ગરીબો અટવાયા, સર્વરમાં ખામી સર્જાઇ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 8:14 PM

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જ્યારે ગરીબો અનાજ લેવા પહોંચે છે તો તેમને કૂપન નથી મળી રહી. કૂપન ન મળવાનું કારણ એ છે કે ઓનલાઈન સર્વરમાં નવેમ્બર માસનો અનાજનો સ્ટોક શૂન્ય દર્શાવે છે

અમદાવાદમાં(Ahmedabad)દિવાળીના(Diwali)તહેવારો સમયે જ ગરીબોનો(Poor)કોળિયો અટવાયો છે.જેમાં સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનમાંથી વિતરીત કરવામાં આવતો ગરીબો માટેનું અનાજ હજુ સુધી તેમના સુધી પહોંચ્યું નથી. હાલના સમયમાં આ હકદાર ગરીબોને અનાજ જરૂર છે. તેવા સમયે દર વખતની જેમ આ વખતે સર્વરના ધાંધિયાથી તેમના સુધી અનાજ નથી પહોંચી શક્યું નથી.

જેના લીધે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જ્યારે ગરીબો અનાજ લેવા પહોંચે છે તો તેમને કૂપન નથી મળી રહી. કૂપન ન મળવાનું કારણ એ છે કે ઓનલાઈન સર્વરમાં નવેમ્બર માસનો અનાજનો સ્ટોક શૂન્ય દર્શાવે છે.. આ સર્વર ગાંધીનગરથી ઓપરેટ થાય છે.. સર્વરમાં કોઈ ખામી હોય કે પછી ભૂલ છે તેનો ભોગ અત્યારે ગરીબો બન્યા છે.. દુકાનદારો કૂપન જનરેટ ન કરી શકતા હોવાથી ગરીબોને અનાજ નથી મળી શક્યું.

ગુજરાતમાં તહેવારો સમયે ઉભી થયેલી આ ખામીએ ગરીબોને અનાજને તેમના સુધી પહોંચતુ અટકાવ્યું છે. જેમાં દુકાનમાં અનાજ છે પરંતુ દુકાનદાર કૂપન વિના તેના હકદારને આપી શકતો નથી. તેથી આ મુદ્દે સરકારે તાત્કાલિક ધોરણે સર્વરનો પ્રશ્ન ઉકેલવો જોઇએ અથવા તો આ મુદ્દે કોઇ બીજો રસ્તો અપનાવીને ગરીબો સુધી દિવાળી પૂર્વે અનાજ પહોંચાડવાની પહેલ કરવી જોઇએ.

આ પણ વાંચો : અમદાવાદ : 14 વર્ષના બાળકના હૃદયનું સફળ ટ્રાન્સપ્લાન્ટ, સીમ્સમાં કુલ 18 સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા

આ પણ વાંચો: હાથ-પગ બાંધીને 13 વર્ષની સગીરા પર થયો બળાત્કાર, પોલીસ પર 3 દિવસ સુધી FIR ન નોંધી હોવાનો પરિવારનો આક્ષેપ

g clip-path="url(#clip0_868_265)">