Gujarati Video : છોટાઉદેપુરના કવાંટમાં લારી-ગલ્લા હટાવાની કામગીરીથી સ્થાનિકોમાં ભારે આક્રોશ, Videoમાં જોવા મળ્યો વિરોધ

| Edited By: | Updated on: Mar 06, 2023 | 2:09 PM

પોલીસે મોડી રાત્રે મનસ્વી રીતે લારી-ગલ્લા હટાવ્યા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે ગ્રામ પંચાયતના સત્તાધીશો પણ પોલીસની કાર્યવાહીનો વિરોધ નોંધાવી સ્થાનિકોને સાથ આપી રહ્યા છે.

છોટાઉદેપુરના કવાંટમાં લારી-ગલ્લા હટાવાની પોલીસની કામગીરીથી સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. ભંગુરિયા હાટમાં હજારો આદિવાસીઓ ખરીદી માટે આવે છે. સ્થાનિક સ્તરે ભંગુરિયા હાટનું વિશેષ મહત્વ છે. ત્યારે સ્થાનિકોએ ભંગુરિયાના દિવસે બંધ પાળી પોલીસ કામગીરીનો આકરો વિરોધ નોંધાવ્યો છે. પોલીસે મોડી રાત્રે મનસ્વી રીતે લારી-ગલ્લા હટાવ્યા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે ગ્રામ પંચાયતના સત્તાધીશો પણ પોલીસની કાર્યવાહીનો વિરોધ નોંધાવી સ્થાનિકોને સાથ આપી રહ્યા છે.

આ પણ વાંચો : છોટા ઉદેપુર : બોડેલીમાં હિરણ નદી પર આડ ડેમ અને કેનાલો સુકીભઠ્ઠ બનતા ખેડૂતો મુશ્કેલીમાં, સિંચાઈ માટે નથી મળતુ પાણી

તહેવાર માટે ભરાતો અઠવાડિક ભંગોરિયા હાટ

આદિવાસી સમાજ માટે હોળીનો તહેવાર અતિ મહત્વનો ગણાય છે. તેઓની ઘણી પરંપરાઓ આ રંગોત્સવના પર્વ સાથે જોડાયેલી છે આ તહેવારને માણવા આદિવાસીઓ ખૂબ જ ઉત્સાહી હોય છે. હોળીના પંદર દિવસ પહેલાથી લોકો હોળી અને ધુળેટીના તહેવાર ની ઉજવણી માટે તૈયારી કરતા હોય છે. તેમાં સૌથી પ્રસિદ્ધ છે ભંગોરિયાનો મેળો. ભંગોરીયાએ કોઇ તહેવાર કે મેળા નહીં પણ હોળીના અગાઉના સપ્તાહમાં જે સ્થળે અઠવાડિક હાટ ભરાઈ છે તે જ સ્થળે હોળીના તહેવાર માટેની ખરીદી માટે ભરાતો પારંપારિક વિશેષ હાટ છે.

Published on: Mar 06, 2023 11:27 AM