Dwarka Rain : પાનેલી ગામના કઢિયા પાસે પાણીના ધસમસતા પ્રવાહમાં કાર ફસાઈ, Videoમાં જુઓ દ્રશ્યો

|

Jul 19, 2024 | 11:49 AM

દેવભૂમિ દ્વારકા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. હરીપરથી પાનેલી જતા માર્ગે પાણીમાં કાર ફસાઈ છે. પાનેલી ગામના કઢિયા પાસે પાણીના ધસમસતા પ્રવાહમાં કાર ફસાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

દેવભૂમિ દ્વારકા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. હરીપરથી પાનેલી જતા માર્ગે પાણીમાં કાર ફસાઈ છે. પાનેલી ગામના કઢિયા પાસે પાણીના ધસમસતા પ્રવાહમાં કાર ફસાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. કારમાં ફસાયેલા લોકોની મદદે સ્થાનિકો પહોંચ્યા છે. ટ્રેકટરની મદદથી કારમાં સવાર તમામ લોકોને બચાવી લેવાયા છે. વિંડ ફાર્મ કંપનીની કાર પૂરના પાણીમાં ફસાઈ હતી. જો કે સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદ પડતા હરીપરથી પાનેલીના માર્ગો પાણીમાં ગરકાવ થયા છે.

ગીર સોમનાથ જિલ્લાઓમાં ધૂંઆધાર બેટિંગ

બીજી તરફ મેઘરાજાએ ગીર સોમનાથ જિલ્લાઓમાં ધૂંઆધાર બેટિંગ કરી છે. ગાજવીજ સાથે અતિભારે વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથના વેરાવળમાં 5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તેમજ ગીરના જંગલમાં આવેલી બાણેજ તિર્થમાં નદી બેકાંઠે વહી છે. ધોધમાર વરસાદના પગલે નદી રૌદ્ર રૂપ ધર્યૂં છે.

બાણેજ તિર્થમાં નયનરમ્ય નજારો જોવા મળ્યો છે.ગીર સોમનાથના કોડીનાર, ગીર ગઢડાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. જેમાં અતિભારે વરસાદથી કોડીનારની શિંગોડા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જીવાદોરી સમાન નદીમાં પૂર આવતા ખેડૂતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

 

Next Video