દીકરી સાથે દુષ્કર્મ કરનાર અને વીડિયો બનાવનાર નરાધમ પિતા હાલ પોલીસની પકડમાં – જુઓ Video
સુરતમાં એક પિતાએ પોતાની હદ વટાવી સાવકી પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું હતું. પિતાએ 12 વર્ષ પહેલાં દીકરી સાથે દુષ્કર્મ કરીને તેનો વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ આ વીડિયો બતાવી દીકરીનું શારીરિક શોષણ કરતો રહ્યો હતો.
સુરતમાં એક પિતાએ પોતાની હદ વટાવી સાવકી પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું હતું. સૂત્રો મુજબ જાણવા મળ્યું છે કે, આ પિતાએ 12 વર્ષ પહેલાં દીકરી સાથે દુષ્કર્મ કરીને તેનો વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ આ વીડિયો બતાવી દીકરીનું શારીરિક શોષણ કરતો રહ્યો હતો.
દીકરીના લગ્ન થયા હોવા છતાં સાવકા પિતાએ જૂના વીડિયો તેની દીકરીને મોકલ્યા અને ફરીથી શારીરિક સંબંધ બાંધવાની માંગ કરી. પિતાનો આ ત્રાસ સહન ન કરતાં આખરે પુત્રીએ તેના પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી.
નરાધમ પિતાને પોલીસ ફરિયાદની જાણ થતાં તે સુરત બાજુ ફરાર થઇ ગયો હતો. જો કે, પોલીસે ફરિયાદના આધારે સાવકા પિતાને રાજસ્થાન બોર્ડર પરથી ઝડપી પાડ્યો હતો. પોલીસે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને જેલને હવાલે કર્યો હતો.
