મહીસાગરના લુણાવાડામાં રખડતા ઢોરોનો આતંક યથાવત, માંડ માંડ બચ્યો બાઈક ચાલક
લુણાવાડાના ડુંગરાભીત વિસ્તારમાં બાઈક ચાલક પાછળ ગાય દોડી હતી. આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. તેમાં જોવા મળી રહ્યું છે કે ગાયથી બચવા માટે બાઈક ચાલક ભાગતો જોવા મળે છે. તે સમયે એક મહિલા ગાયથી બચવા પોતાના ઘરમાં દોડીને જતી દેખાય છે.
મહીસાગરના લુણાવાડામાં રખડતા ઢોરનો આતંક યથાવત છે. બે દિવસમાં આવી બીજી એક ઘટના સામે આવી છે. લુણાવાડાના ડુંગરાભીત વિસ્તારમાં બાઈક ચાલક પાછળ ગાય દોડી હતી. આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. તેમાં જોવા મળી રહ્યું છે કે ગાયથી બચવા માટે બાઈક ચાલક ભાગતો જોવા મળે છે. તે સમયે એક મહિલા ગાયથી બચવા પોતાના ઘરમાં દોડીને જતી દેખાય છે.
આ પણ વાંચો મહીસાગરમાં અનુસૂચિત જનજાતિના બોગસ પ્રમાણપત્રો બનાવવાના કેસમાં ડિટવાસ ગ્રામ પંચાયતના બે સભ્યોની ધરપકડ
મહીસાગરમાં રખડતા ઢોરના આતંકના બે અલગ-અલગ દ્રશ્યો સામે આવ્યા છે. લુણાવાડામાં જ બે દિવસ અગાઉ એ જ જગ્યાએ વાહન ચાલક પાછળ ગાય દોડતી જોવા મળી હતી. ત્યારે આ જ શેરીમાં બે દિવસ બાદ અન્ય એક વાહન ચાલક પાછળ ગાય દોડતા દ્રશ્યો સામે આવ્યા છે.
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video

