ગુજરાતી વીડિયો : ડીંડોલી વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં અસામાજિક તત્વોનો આતંક, નશાની હાલતમાં હોસ્પિટલની બે નર્સ સાથે કરી મારામારી, જુઓ Video
હોસ્પિટલમાં અસામાજિક તત્વો બેકાબુ થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રણેય આરોપીને ઝડપી લીધા હતા અને આગળની કાર્યવાહી હાથધરી હતી.
સુરતના ડીંડોલી વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. જેમાં અસામાજીક તત્વોએ નશાની હાલતમાં ધૂત થઈ હોસ્પિટલની બે નર્સ સાથે મારામારી કરી હતી. જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો, રાત્રી દરમિયાન અસામાજિક ત્તત્વો અન્ય લોકો સાથે મારામારી કરીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. જ્યાં ત્રણેય શખ્સે મળીને હોસ્પિટલના સ્ટાફ નર્સ સાથે પણ મારામારી કરી હતી.
હોસ્પિટલમાં અસામાજિક તત્વો બેકાબુ થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રણેય આરોપીને ઝડપી લીધા હતા અને તેમના વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથધરી હતી.
આ અગાઉ પણ જૂનાગઢના બિલખાના થુંબાળા ગામમાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની હતી. અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. આ અથડામણમાં ચાર લોકોને ઈજા પહોંચી હતી. જેમાંથી ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો બીજી તરફ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.