Gujarati video : સુરતના કામરેજ ટોલપ્લાઝા પર સ્થાનિક વાહનચાલકોનો હોબાળો, 5 ફેબ્રુઆરીથી ટોલટેક્સ વસૂલવાના નિર્ણય સામે વિરોધ
સુરતના (Surat) કામરેજ ટોલપ્લાઝા પર સ્થાનિકો પાસેથી ટોલટેક્સ વસૂલવાનો ઉગ્ર વિરોધ થયો છે. સ્થાનિક વાહચાલકોએ ટોલટેક્સમાંથી મુક્તિ આપવાની માગ કરી છે. સાથે જ આ માગ સાથે સૂત્રોચ્ચાર કર્યા.
સુરતના કામરેજ ટોલપ્લાઝા પર સ્થાનિકો પાસેથી ટોલટેક્સ વસૂલવાનો ઉગ્ર વિરોધ થયો છે. સ્થાનિક વાહચાલકોએ ટોલટેક્સમાંથી મુક્તિ આપવાની માગ કરી છે. સાથે જ આ માગ સાથે સૂત્રોચ્ચાર કર્યા. મામલો એટલો બિચક્યો કે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ નિયંત્રણમાં લેવી પડી હતી. મળતી માહિતી પ્રમાણે, નેશનલ હાઈવે ઓથોરિટીએ આગામી 5 તારીખથી સુરત અને બારડોલીના સ્થાનિક વાહનચાલકો પાસેથી ટોલટેક્સ વસૂલવાનું નક્કી કર્યું છે. જેની સામે આસપાસના લોકોએ વિરોધ દર્શાવ્યો છે. તો બીજીતરફ ટોલપ્લાઝા સંચાલકનું કહેવું છે કે- જો તેઓ ટોલટેક્સ ન વસૂલે તો તેમની પાસેથી પેનલ્ટી વસૂલવામાં આવે છે.
આ પણ વાંચો- Ahmedabad : બોગસ પાકા લાયસન્સના કૌભાંડનો પર્દાફાશ, RTOના જ કોઇ કર્મચારીની સંડોવણી હોવાની ચર્ચા
બનાસકાંઠામાં પણ ટોલ પ્લાસા પાસે વિરોધ
બીજી તરફ બનાસકાંઠાના પાલનપુરમાં ખેમાણા ટોલ પ્લાઝા પાસે સર્વિસ રોડ બનાવવાની માગ સાથે સ્થાનિકોએ નેશનલ હાઈવે ચક્કાજામ કર્યો છે. 20 કિમીની અંદર સર્વિસ રોડ બનાવવાની અને લોકલ ગાડીઓને ટોલ ફ્રી કરવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું….ધારાસભ્ય કાંતિ ખરાડી અને સ્થાનિકોએ હાઈવે ચક્કાજામ કર્યો હતો..પોલીસ અને ટોલ પ્લાઝા ઓથોરિટીએ સર્વિસ રોડ બનાવી આપવાની બાંહેધરી આપતા હાઈવે ખુલ્લો કરવામાં આવ્યો હતો…જો કે ચક્કાજામના પગલે પાલનપુરથી રાજસ્થાન જતા અને રાજસ્થાનથી પાલનપુર તરફ આવતા વાહનો અટવાયા હતા.