ગુજરાતી વીડિયો : સુરતમાં ઉત્તરભારત જવા ટ્રેન શરૂ કરો નહીં તો નવા સ્ટેશનનું કામ રોકી દઈશું, Video માં જુઓ કોમે આપી ચિમકી
મહત્વનું છે કે સુરતમાં યૂપી, બિહાર, ઝારખંડ સહિત અન્ય રાજ્યોના 20 લાખથી વધુ લોકો રહે છે. જેમને વતન જવા માટે ફક્ત તાપ્તી લાઈનની ટ્રેન જ ચાલુ છે.
સુરતમાં ઉત્તરભારત જવા માટે ટ્રેન શરૂ નહીં કરો તો નવા સ્ટેશનનું કામ રોકી દઈશું.આ ચીમકી સુરતમાં વસતા પરપ્રાંતિયોએ આપી છે. સુરતથી અયોધ્યા જવા નવી ટ્રેન શરૂ કરવાની માગણી વચ્ચે ઇન્ટુક સંસ્થાએ રેલવે સુપરિન્ટેન્ડેન્ટને આવેદન પત્ર આપ્યું છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે સુરત-જલગાંવ વચ્ચે ડબલ ટ્રેક નાખી દીધો હોવા છતાં પણ હજી સુધી ટ્રેનો શરૂ કરવામાં આવી નથી.
આ ઉપરાંત ઇન્ટુક સંસ્થાએ પણ ચીમકી ઉચ્ચારી છે કે જો હવે ટ્રેન શરૂ કરવામાં નહી આવે તો સુરતના નવા રેલવે સ્ટેશનનું કામ અટકાવી દેવાશે અને રેલરોકો આંદોલન કરવામાં આવશે. મહત્વનું છે કે સુરતમાં યૂપી, બિહાર, ઝારખંડ સહિત અન્ય રાજ્યોના 20 લાખથી વધુ લોકો રહે છે. જેમને વતન જવા માટે ફક્ત તાપ્તી લાઈનની ટ્રેન જ ચાલુ છે. ટ્રેનની સંખ્યા ઓછી હોવાથી તેમને ટ્રેનમાં ઘેટાં-બકરાંની જેમ મુસાફરી કરવા મજબૂર થવું પડે છે.
આ પણ વાંચો : VIDEO : સુરતીઓ ખાસ ધ્યાન આપે ! શહેરના સરથાણા, વરાછા અને ઉધના સહિતના વિસ્તારોને બે દિવસ નહી મળે પાણી
આ ઉપરાંત આજે બનાસકાંઠાના પાલનપુરમાં ખેમાણા ટોલ પ્લાઝા પાસેના સર્વિસ રોડ બનાવવાની માગ સાથે સ્થાનિકોએ નેશનલ હાઈવ પર ચક્કાજામ કર્યો હતો. સ્થાનિકોએ 20 કિમીની અંદર સર્વિસ રોડ બનાવવાની અને લોકલ ગાડીઓને ટોલ ફ્રી કરવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી અને સ્થાનિકોએ હાઈવે પર સૂત્રોચ્ચાર સાથે ધરણા કર્યા હતા.