Ahmedabad : ધાબા પર ઝઘડ્યા એક જ કોમના બે જૂથ, છત થઈ ધરાશાયી, જુઓ Video

Ahmedabad : ધાબા પર ઝઘડ્યા એક જ કોમના બે જૂથ, છત થઈ ધરાશાયી, જુઓ Video

| Edited By: | Updated on: Apr 03, 2025 | 2:44 PM

ગુજરાતમાં કેટલીક વાર મારામારીની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એકવાર અમદાવાદમાં મારામારીની ઘટના સામે આવી છે. અમદાવાદમાં 2 જૂથ વચ્ચે મારામારી થઈ હતી. તે દરમિયાન અચાનક છત ધરાશાયી થતા એક સાથે 5 જેટલા લોકો નીચે ખાબક્યા હતા. જો કે હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

બે જૂથો વચ્ચે હાથાપાયી બાદ મારામારી થતા એકબીજાને ધકા મારતી વખતે આ દુર્ઘટના બની હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો પતરાની છત પર ઝઘડો કરી રહ્યાં હતા ત્યારે નીચે ખાબક્યાં હતા. જાણે તેમને મારામારી કરવાની સજા મળી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અચાનક પતરાની છત ધરાશાયી થતા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.

શીલજમાં પણ થઈ હતી મારામારી

બીજી તરફ આ અગાઉ અમદાવાદનો પોશ વિસ્તાર ગણાતા શીલજમાં પણ મારામારીની ઘટના બની હતી. શીલજમાં સોસાયટીના બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની હતી. સોસાયટીની જનરલ મીટીંગ બાબતે બે જૂથ વચ્ચે માથાકૂટ ચાલતી હતી. માથાકૂટ બાદ સમગ્ર મામલો ઝઘડા સુધી પહોંચ્યો હતો. બે ગ્રુપ વચ્ચે ખુરશી અને ડંડા વડે ખુલ્લેઆમ મારામારી થઈ હતી. મારામારીના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા. જો કે મારામારી બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન થયુ હતુ.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Apr 03, 2025 02:29 PM