જુનાગઢ SOG તોડકાંડના કેસમાં વધુ તરલ ભટ્ટના વધુ એક સાગરીત દીપ શાહની કરાઈ ધરપકડ, કોર્ટમાં રજૂ કરાતા રિમાન્ડ થયા નામંજૂર- વીડિયો

જુનાગઢના ચકચારી SOG તોડકાંડ કેસમાં તરલ ભટ્ટના વધુ એક સાગરીતની ધરપકડ કરવામાં આવી છે. માણાવદરના CPI રહેલા તરલ ભટ્ટના વધુ એક સાગરીત દીપ શાહની ધરપકડ કરવામાં આવી છે. જેને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયો હતો જો કે કોર્ટે તેના રિમાન્ડ નામંજૂર કર્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2024 | 10:06 PM

જુનાગઢ ચકચારી તોડકાંડમાં પોલીસે તરલ ભટ્ટના વધુ એક સાગરીત દીપ શાહની ધરપકડ કરી છે. જેને જુનાગઢ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં રજૂ કરાયો હતો અને પોલીસે 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જો કે કોર્ટે રિમાન્ડની માગ નામંજૂર રાખતા તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે. આ તરફ તરલ ભટ્ટના એડવોકેટે તેની જામીન અરજી પણ કોર્ટમાં રજૂ કરી હતી.

તરલ ભટ્ટનો વિશ્વાસુ દીપ શાહ ફ્રીઝ કરેલા એકાઉન્ટમાં લાખોની રકમ સ્વીકારતો

એટીએસએ પકડેલા તરલ ભટ્ટના વિશ્વાસુ દીપ શાહ મૂળ ભાવનગરનો છે અને મુંબઈમાં રહે છે. તરલ ભટ્ટના ઈશારે જે બેંક ખાતા ફ્રીઝ કરાયા હતા તે ખાતાધારક પાસેથી જે પૈસા ઉઘરાવવામાં આવતા હતા તેમાં લાખોની રકમ દીપ સ્વીકારતો હતો. અત્યાર સુધીમાં 40 લાખ જેટલી રકમ સ્વીકારી હોવાની સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે.

આ તોડકાંડની તપાસ જ્યારથી એટીએસને સોંપાઈ છે ત્યારથી તેમા નીત નવા ખૂલાસા થઈ રહ્યા છે અને તરલ ભટ્ટના તોડકાંડનો પર્દાફાશ થયો છે. આ મામલે પોલીસ તરલ ભટ્ટની ધરપકડ બાદ અત્યાર સુધીમાં બે વખત રિમાન્ડ પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારને અશાંતધારા હેઠળ આવરી લેવાતા ભાવેણાવાસીઓની 18 વર્ષની માગણીનો આવ્યો સુખદ અંત- જુઓ Video

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">