Tapi Video : વ્યારાના ચિખલદા ગામેથી દીપડો પાંજરે પુરાયો, જુઓ Video
તાપી જિલ્લાના વ્યારામાં દીપડો પાંજરે પુરાયો છે. અંદાજે બે થી ચાર વર્ષનો દીપડો હોવાનું સામે આવ્યું છે. કદાવર દીપડો પાંજરે પુરાઇ જતા ગ્રામજનો એ રાહત અનુભવી છે. વન વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં દીપડો પાંજરે પુરાયો છે. તાપીમાં અવાર નવાર દીપડો દેખાતા પાંજરું ગોઠવવામ આવ્યું હતું. જે બાદ ચિખલદા ગામેથી દીપડો પાંજરે પુરાયો. અંદાજે બે થી ચાર વર્ષનો દીપડો હોવાનું અનુમાન છે. કદાવર દીપડો પાંજરે પુરાઇ જતા ગ્રામજનો એ રાહત અનુભવી. વનવિભાગે દીપડાનો કબજો લઈ જંગલ વિસ્તારમાં દીપડાને છોડવાની કાર્યવાહી હાથ ધરી.
તાપી જિલ્લો જેમાં મોટાભાગના આદિવાસી લોકો વસે છે. અને લોકો આ જિલ્લામાં ખેતી સાથે સંકળાયેલા છે ત્યારે આવા સમયે અવાર નવાર દીપડાઓ ખેતર મારફતે વસાહતો તરફ આવતા હોય છે. આ દીપડાઓને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો જેને લઈ વન વિભાગ હરકતમના આવ્યું અને દીપડાને પાંજરે પુરવામાં આવ્યો.
Published on: Oct 07, 2023 11:15 PM