Gujarati video : તલાટીની પરીક્ષા આપનાર ઉમેદવાર આજે ડાઉનલોડ કરી શકશે કોલ લેટર, 7 મે એ રાજ્યમાં યોજાશે તલાટી કમ મંત્રીની પરીક્ષા
Gandhinagar News : આગામી 7 મેએ રાજ્યમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાવાની છે. ત્યારે તલાટીની પરીક્ષા આપનાર ઉમેદવાર આજે કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. બપોરે 1 વાગ્યા બાદ ઉમેદવાર કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.
આગામી 7 મેએ રાજ્યમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાવાની છે. ત્યારે તલાટીની પરીક્ષા આપનાર ઉમેદવાર આજે કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. બપોરે 1 વાગ્યા બાદ ઉમેદવાર કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. તલાટીની પરીક્ષા આપવા માટે 8 લાખ 65 હજાર ઉમેદવારે સંમતિ પત્ર આપ્યુ હતુ. સંમતિ પત્ર ભરનાર ઉમેદવાર જ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.
આગામી 7 મેએ તલાટીની પરીક્ષા યોજાવાની છે. જેના માટે 20 એપ્રિલ સવારે 11 વાગ્યા સુધી સંમતિ પત્ર ભરી શકાશે તેવી સૂચના હતી. જે ઉમેદવારોએ સંમતિ પત્ર ભર્યુ હશે તે જ પરીક્ષા આપી શકશે તેવુ સૂચન ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવેલુ છે. જો કે કુલ 17 લાખથી વધુ ઉમેદવારોએ તલાટીની પરીક્ષા આપવા માટે ફોર્મ ભર્યા હતા. જેમાંથી 8 લાખ 65 હજાર ઉમેદવારે સંમતિ પત્ર આપ્યુ હતુ.
હસમુખ પટેલે અગાઉ આ માહિતી આપી હતી
આ પહેલા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના કાર્યકારી અધ્યક્ષ હસમુખ પટેલે આ માહિતી આપી છે કે તલાટીની પરીક્ષા આપવા ઉમેદાવારોએ પરીક્ષા કેન્દ્ર પર સંમતિપત્ર સાથે લાવવાની જરૂર નથી. તેમણે કહ્યું કે સંમતિપત્ર પરીક્ષા કેન્દ્ર પર લાવવાની કોઈ જરૂર નથી. કોલલેટર 7થી 8 દિવસ પહેલા ડાઉનલોડ થઇ શકે તેવી વ્યવસ્થા કરી રહ્યા છીએ. જે લોકો સંમતિપત્ર ભરશે તેવા ઉમેદવારો જ પરીક્ષા આપી શકશે. જે ઉમદવાર સંમતિપત્ર નહીં ભરે તેઓ આપોઆપ ગેરલાયક ઠરશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…