Gujarati Video: તલાટીની પરીક્ષા માટે સંમતિ પત્ર ભરવાની અવધિ પૂર્ણ, 8.65 લાખ ઉમેદવારોએ ભર્યા સંમતિ પત્રક, 7 મે એ યોજાશે તલાટીની પરીક્ષા
Gandhinagar: તલાટીની પરીક્ષા માટે સંમતિ પત્ર ભરવાની સમયમર્યાદા હવે પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યમાં 8.65 લાખ ઉમેદવારોએ સંમતિપત્રક ભર્યા છે. રાજ્યમાં 7મી મે એ તલાટીની પરીક્ષા યોજાશે.
તલાટીની ભરતી પરીક્ષા માટેના સંમતિ પત્રક ભરવાનો સમય પૂર્ણ થઇ ગયો છે. આ અંગે માહિતી આપતા GPSSBના અધ્યક્ષ હસમુખ પટેલ જણાવ્યું કે જે ઉમેદવારોએ સંમતિ પત્રક ભર્યા છે તેઓ જ આગામી સમયમાં કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.
વધુમાં તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં 17 લાખથી વધુ લોકોએ તલાટીની પરીક્ષા માટેના ફોર્મ ભર્યાં હતા તેમાંથી 8 લાખ 65 હજાર ઉમેદવારોએ સંમતિ પત્રક ભર્યા છે. બાકીના લોકોને પરીક્ષાની ફી પરત આપવામાં આવશે નહીં તેવી પણ તેમણે સ્પષ્ટતા કરી છે. આ સાથે નવી વ્યવસ્થાને સ્વીકારવા બદલ હસમુખ પટેલે ઉમેદવારોનો આભાર પણ વ્યક્ત કર્યો છે.
ડમી ઉમેદવાર સામે ત્વરીત પગલા લેવામાં આવશે- હસમુખ પટેલ
ડમી ઉમેદવારને લઈને પણ હસમુખ પટેલે જણાવ્યુ કે જો આ પ્રકારની ગેરરીતિ સામે આવશે તો તેના વિરુદ્ધ ત્વરીત પગલા લેવામાં આવશે. વધુમાં તેમણે ઉમેર્યુ કે અગાઉની પરીક્ષામાં પણ ડમી ઉમેદવાર અંગેની કોઈ જાણકારી હોય તો જે તે વ્યક્તિ તેની સાચી ઓળખ સાથે તે વિગતો તેમની સાથે શેર કરે. તેમણે ખાતરી આપતા જણાવ્યુ કે વિગતો આપનારની દરેક માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.
અગાઉ 18 એપ્રિલે હસમુખ પટેલે જણાવ્યુ હતુ કે તમામ ઉમેદવારો 20 એપ્રિલ સુધીમાં સંમતિપત્ર ભરી દે. જેમણે સંમતિપત્ર નહીં ભર્યુ હોય તેવા ઉમેદવારો પરીક્ષામાં બેસી નહીં શકે. જો કે તેમણે સ્પષ્ટતા કરી હતી કે પરીક્ષાકેન્દ્ર પર આ સંમતિપત્રકને લાવવાની જરૂર નથી. કોલલેટર 7થી8 દિવસ પહેલા ડાઉનલોડ થઈ શકે તેવી વ્યવસ્થા કરી રહ્યા છીએ. સંમતિપત્ર ભરાયા બાદ કેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે તેને ધ્યાને રાખી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
માંગરોળમાં 22 ઈંચ વરસાદ ખાબકી જતા લોકોના ઘરોમાં ઘુસ્યા પાાણી-જુઓ Video
માંગરોળ પંથકમાં આભ ફાટતાં મુશ્કેલી, તંત્ર દ્વારા કામગીરી શરૂ
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
