બનાસકાંઠામાં ભાજપ-કોંગ્રેસનું નહીં જ્ઞાતિ-જાતીનું જોવા મળ્યું રાજકારણ ! સ્વરુપજી ઠાકોરના સ્વાગતમાં ગેનીબેન પણ રહ્યાં હાજર, જુઓ Video

બનાસકાંઠામાં ભાજપ-કોંગ્રેસનું નહીં જ્ઞાતિ-જાતીનું જોવા મળ્યું રાજકારણ ! સ્વરુપજી ઠાકોરના સ્વાગતમાં ગેનીબેન પણ રહ્યાં હાજર, જુઓ Video

| Edited By: | Updated on: Oct 19, 2025 | 12:18 PM

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી તરીકે શપથ લેનારા પ્રધાનોએ પોતાનો કાર્યભાર સંભાળ્યો છે. ત્યારે દરેક પ્રધાનનું તેમના વોર્ડમાં અને પરિવારમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. બનાસકાંઠાના વાવ-થરાદના સ્વરુપજી ઠાકોરને ખાદી ગ્રામઉદ્યોગનું ખાતું સોંપવામાં આવ્યુ છે.

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી તરીકે શપથ લેનારા પ્રધાનોએ પોતાનો કાર્યભાર સંભાળ્યો છે. ત્યારે દરેક પ્રધાનનું તેમના વોર્ડમાં અને પરિવારમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. બનાસકાંઠાના વાવ-થરાદના સ્વરુપજી ઠાકોરને ખાદી- ગ્રામઉદ્યોગનું ખાતું સોંપવામાં આવ્યુ છે. કાર્યભાર સંભાળ્યા બાદ સ્વરૂપજી ઠાકોરનું ભાભરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. રાજ્યકક્ષાના પ્રધાન બન્યા બાદ સ્વરુપજી ઠાકોરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.

અભિવાદન સમારોહમાં ગેનીબેને સ્વરૂપજી ઠાકોરને શું કહ્યું ?

વાવ-થરાદમાં ભાજપ-કોંગ્રેસનું નહીં જ્ઞાતિ-જાતીનું રાજકારણ જોવા મળ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ભાજપના નેતા સ્વરુપજી ઠાકોરના સ્વાગતના કાર્યક્રમમાં કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યાં હતા. સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર ગેની બહેન સ્વરુપજીના કાનમાં કહ્યું છે કે મારો આભાર માનો મેં સીટ ખાલી કરી છે. સ્વરૂપજી ઠાકોરના સમર્થકો દ્વારા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે વિરોધ પક્ષના બે નેતાઓ આત્મીયતાથી મળતા ચર્ચા ઊઠી છે.

તો વાવ થરાદમાં રાજકારણનો એક નવો જ ચહેરો સામે આવ્યો છે. વાવની પેટાચૂંટણીમાં ગેનીબેન ઠાકોર સ્વરૂપજી ઠાકોર વિરુદ્ધ પ્રચાર કરતાં જોવા મળ્યા હતા. હવે એ જ સ્વરૂપજી ઠાકોર રાજ્ય કક્ષાના પ્રધાન બન્યા બાદ તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો