Banaskantha : થરાદમાં ઝડપાયેલ શંકાસ્પદ ખાતરના નમૂના ફેલ, થરાદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી, જુઓ Video

|

Oct 23, 2024 | 10:05 AM

બનાસકાંઠાના થરાદમાંથી ઝડપાયેલા શંકાસ્પદ ખાતરના નમૂના ફેલ થયા છે. થરાદના એગ્રો સેન્ટરમાંથી શંકાસ્પદ ખાતર ઝડપાયું હતુ. 23થી વધુ કટ્ટા નકલી ખાતર હોવાનું સામે આવ્યું છે. આશીર્વાદ એગ્રો સેન્ટરમાંથી ડુપ્લીકેટ ખાતર ઝડપાયું હતુ.

રાજ્યમાં દિવસે દિવસે નકલીનો ભરમાર જોવા મળી રહી છે. બનાસકાંઠાના થરાદમાંથી ઝડપાયેલા શંકાસ્પદ ખાતરના નમૂના ફેલ થયા છે. થરાદના એગ્રો સેન્ટરમાંથી શંકાસ્પદ ખાતર ઝડપાયું હતુ. 23થી વધુ કટ્ટા નકલી ખાતર હોવાનું સામે આવ્યું છે. આશીર્વાદ એગ્રો સેન્ટરમાંથી ડુપ્લીકેટ ખાતર ઝડપાયું હતુ.

DAP ખાતરના નામે નકલી ખાતરનું વેચાણ થતુ હોવાનું સામે આવ્યું છે. ખેડૂતની રજૂઆતના આધારે ખેતીવાડી વિભાગે કાર્યવાહી કરી હતી. ખેતરનું સેમ્પલ ફેલ થતા એગ્રો સેન્ટરના માલિક અને ખાતરનું વેચાણ કરતા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. થરાદ પોલીસે ગુનો નોંધી વધુ તપસા હાથ ધરી છે.

નકલી જીરું અને નકલી વરિયાળીના ગોરખધંધાનો થયો હતો પર્દાફાશ

બીજી તરફ મહેસાણાના ઊંઝામાં ભેળસેળિયા તત્વો બેફામ બન્યા છે. નકલી જીરું અને નકલી વરિયાળીના ગોરખધંધાનો પર્દાફાશ થયો હતો. મહેસાણા LCBના નકલી જીરું અને વરિયાળી બનાવતી ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા. 74 લાખથી વધુ કિંમતનું નકલી જીરું અને વરિયાળીનો જથ્થો સીઝ કરાયો હતો. સૂકી વરિયાળી પર રંગ ચઢાવવામાં આવતો હતો.

Next Video